અમદાવાદમાં દારૂના અડ્ડા પર દરોડા, SMCએ 14 આરોપીએ સહિત 6 લાખથી વધુનો દારૂ પકડ્યો

આજે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા નરોડા પાટિયા, મહાજણીયા વાસમાં અચાનક દરોડા
અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, દારૂ માટે કુખ્યાત વિસ્તાર સરદારનગરમાં SMCએ તરખાટ મચાવ્યો છે. પોલીસ ઉંઘતી રહી હોય અને SMCએ દરોડા પાડીને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હોય એવી ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં SMCએ દરોડા પાડીને સાડા છ લાખથી વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો.
આજે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા નરોડા પાટિયા, મહાજણીયા વાસમાં અચાનક દરોડાના કાર્યવાહી હાથ ધરાઇ હતી, આ કાર્યવાહી સ્થાનિક પોલીસે નહીં પરંતુ મૉનિટરિંગ સેલે કરી હતી, આ મૉનિટરિંગસેલે સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહાજણીયા વાસ, નરોડા પાટિયા પાસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 34 લીટર દેશી દારૂ સહિત વિદેશી દારૂના 2882 ટીન અને બૉટલો જપ્ત કરી હતી, આમાં કુલ 6 લાખ 78 હજારનો મુદ્દામાલ SMCએ કબજો લીધો હતો. આ ઉપરાંત 14 જેટલા આરોપીઓની સંડોવણી પણ બહાર આવી હતી.
દરોડામાં ઝડપાયેલા આરોપીઓ
(1) ભરતભાઈ કુતિયાણા
(2) મનોજભાઈ ગીડવાણી
(3) રમણીકભાઈ સુરાણી
(4) રાહુલ સોલંકી
(5) કાર્તિકભાઈ સાગર
(6) કૌશિકભાઈ પટેલ
(7) અનિલભાઈ સોલંકી
(8) ભરતભાઈ ગોહિલ
(9) ચિરાગભાઈ સિસોદીયા
(10) આનંદભાઈ વાઘેલા
(11) શહાબુદ્દીન પઠાણ
(12) વિજય હોટવાણી
(13) સચિન માચરેકર
(14) વિકી હોટવાણી
આરોપી વોન્ટેડ:
(1) પદ્મ રાઠોડ
(2) માનવ રાઠોડ
(3) આનંદચંદભાઈ રાઠોડ
(4) મયુર રાઠોડ
(5) આનંદભાઈ રાઠોડ સાથે રક્ષાબેન
(6) રાજુ સિંધી
(8) વિજુ સિંધી
(9) સાહિલ રાઠોડ
(10) લીલા મહેશ
(11) સારિકા મહેશ
(12) દેશી દારુ સપ્લાયર