ક્રિષ્ના પટેલ મોડાસા
અરવલ્લી જિલ્લામાં ચોરીના બનાવો યથાવત જોવા મળી રહ્યાં છે.ત્યારે જિલ્લામાં ફરી ચોરીના મામલાઓ સામે આવી રહ્યા છે. જિલ્લામાં તસ્કરોની સક્રિયતા અને પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે કારણ કે મોડાસા શહેર અને ટીંટોઈમાં ૧૨ સ્થળો પર ચોરીના બનાવો સામે આવ્યા છે.જેમાં મોડાસામાં થયેલી ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ફરી એક વાર અજાણ્યા શખ્સોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો . ટીંટોઈ ગામે સુથાર વાડી વિસ્તારમાં ચાર બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ તસ્કરો દ્વારા કરવામાં આવ્યો હતો . ટીંટોઈ ગામે છેલ્લા કેટલાય દિવસો થી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે જેથી ગ્રામજનોમાં ભયભીત બન્યા છે. તેમજ અરવલ્લીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.બીજી તરફ મોડાસા શહેરના શ્યામ સુંદર કોમ્પ્લેક્સમાં પણ આઠ દુકાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો કાપડની દુકાનમાં ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. તેમજ હજારોના માલ સામાન તેમજ રોકડ રકમની ચોરી થઇ છે. મોડાસાના શ્યામ સુંદર કોમ્પ્લેક્સ થયેલી ચોરીની વધુ તાપસ મોડાસા ટાઉન પોલીસે હાથ ધરી હતી . તેમજ ટીંટોઈ ગામે અવનવાર બની રહેલા બનાવ ગામનો ભય નો માહોલ છવાયો છે .ત્યારે પોલિસની કામગીરીથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો . તેમજ જિલ્લામાં પેટ્રોલીંગ વધારવા તીવ્ર માંગ ઉઠી હતી .