Read Time:59 Second
અમદાવદઃ વટવા વિસ્તારમાં સમી સાંજે સાત વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રિક ડીપીમા બ્લાસ્ટ થતા ચકચાર મચી ગયો. સદભાવના ચોકી રોડ ઉપર આવેલ ઉમંગ ફ્લેટની ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ડીપીમાં અચાનક ધડાકા સાથે આગ લાગતાં સ્થાનિકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણકારી મળતાની સાથે સ્થાનિક ફાયરબ્રિગેડના જવાનો દ્વારા મોરચો સાંભળવામાં આવ્યો હતો. આસપાસ ના ફલેટ ના નાગરિકો પણ આ જોઈ ને તેના થી અંતર રાખી ને સલામત જગ્યા એ જવા સાથે તેઓ ના વીજઉપકરણો બંધ કરી દીધા હતા. ત્યારે આખરે ત્રણ કલાકની મહા મહેનત અને અંધારપટ બાદ વીજળી રાબેતા મુજબ આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
