અમદાવાદ; ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી કેમ્પસ અમદાવાદ ખાતે તારીખ 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં સંસ્થાના સર્વ સ્ટાફ સંસ્થાની ચાર કોલેજો ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પ્રોસ્થેટીક્સ અને ઓર્થોટીક્સ અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજના વિદ્યાર્થીઓ અને અહીંયા સારવાર લઇ રહેલા દિવ્યાંગ દર્દીઓ તેમજ દર્દીના સગાઓએ આ ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લીધેલો સવારે ૮:૦૦ કલાકે યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવેલી ત્યારે અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે હંમેશા દર્દીઓના હેલ્થની અને સામાન્ય માણસોના હેલ્થ નો વિચાર કરતા હોય એવા વિદ્યાર્થીઓ દ્વારા તમામને યોગ વિશેની અને તેના અલગ અલગ લાભ વિશે માહિતગાર કરાવ્યા માં આવેલ ત્યારબાદ વિવિધ પ્રકારના યોગ, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ તમામ દ્વારા કરવામાં આવેલ અંતમાં ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ના નિયામક ડોક્ટર પીયુષ મિત્તલ દ્વારા સૌને સૂચન કરવામાં આવેલ કે યોગ વખતે યોગ દિવસના દિવસે જ નહીં કરતા યોગ અને પ્રાણાયામ તમામ લોકોએ પોતાની રોજીંદી ક્રિયાઓના ભાગ તરીકે વણી લેવો જોઈએ અંતમાં યોગ દિવસની ઉજવણી પૂર્ણ કરી સંસ્થા દ્વારા તમામ લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરેલ જે કરી તમામ લોકો એમના પોતપોતાના કામે સમયસર દર્દીઓની કેર માટે લાગી ગયેલ.
દિવ્યાંગ દર્દીઓ સાથે અમદાવાદ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ મનાવ્યો યોગ દિવસ
Read Time:2 Minute, 6 Second