
શું વાળ ખવાય???
ના
Trichobezoar આ એક બીમારી છે જેમાં દર્દીને પોતાના જ વાળ ખાવાની કુટેવ હોય. માનસિક રીતે જ્યારે બાળક ને દબાવ આવે ત્યારે પોતાને સારું લગાડવા બાળક વાળ મોઢામાં રાખીને ચાવે. ધીરે ધીરે આ વાળ બાળકના પેટમાં ભેગા થાય. કેમ કે એક કોમ્પલેક્ષ nature ના કારણે આપણું શરીર વાળને પચાવી શકે નહીં. એવો જ આ એક કિસ્સો છે, 4 વરસ ની આ બાળકી જે ઘણા સમયથી ખાવાનું ન ખાઇ શકવાની તકલીફથી પીડાઇ રહી હતી. બાળકનો ખોરાક ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો. મા-બાપ ને શંકા તો હતી પણ આ વાત કરતા ડરી રહ્યા હતા. બાળકને જ્યારે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાંધીનગરમાં લાવવામાં આવી ત્યારે તપાસ દરમ્યાન બાળકના પેટમાં એક પથ્થર જેવું જણાતા, બાળકનો CECT Abdomen નો રિપોર્ટ કરવામાં આવ્યો જેમાં ખબર પડી કે બાળકના પેટમાં વાળનો ગુંચ્છો હતો, જે ઓપરેશન કરીને કાઢવામાં આવ્યો. આ ગુંચ્છાનું વજન 500 ગ્રામ જેટલું અને સાઇઝ 15 cm x 15 cm ની હતી. આ એક બહુ અસામાન્ય બીમારી છે, જેમાં ઓપરેશન પછી બાળકને માનસિક રીતે પણ સપોર્ટ કરવામાં આવે છે. બાળકી અત્યારે તંદુરસ્ત છે અને જલ્દીથી એનો ખોરાક ચાલુ થશે.
આ જટીલ ઓપરેશન બાળકોના સર્જન ડૉ. એ.એ. રતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. રતાણીનો છેલ્લાં ૧૦ વર્ષનો અમદાવાદ સિવિલ હોસ્પિટલનો તથા પાંચ વર્ષનો SMVS સ્વામિનારાયણ હોસ્પિટલનો અનુભવ, આ કેસમાં ખૂબ જ કામ લાગ્યો. બે કલાક ચાલેલ આ જટિલ ઓપરેશન SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
શું તમારો બાળક વાળ ખાય છે?
જો હા હોય તો ચેતી જજો.
આવો જ એક કિસ્સો છે ગાંધીનગરની આ એક નાજુક બાળકી સાથે બનેલ, જેમાં બાળકીને પોતાના માથાના વાળ ખાવાની કુટેવ હતી જેનાથી એના પેટમાં કોઈપણ ખોરાક જતો ન હતો. બાળકીનું ઓપરેશન કરીને આ વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો. ડૉ. એ.એ. રતાણી, એક નિષ્ણાંત બાળકોના સર્જન છે એમણે આ જટિલ ઓપરેશન SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં કરીને બાળકીને આ તકલીફમાંથી બચાવી.
તમારા બાળકોનું ધ્યાન રાખો…