વટવા GIDC શ્રીનાથજી એસ્ટેટ માંથી ચોરાયું હતું સિમેન્ટ મિક્ષર મશીન અને લિફ્ટનો સામાન
વટવા GUDC પોલીસે વધુ તપાસ હાથધરી
અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવસ રાત ચોરીના ગુના વધી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ હવે ચોર ને ઝડપવા માટે આધુનિક ઉપકરણોથી સજ્જ થઈ ગઈ છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રાહુલ રામનાથ રાઠોડ કે જેઓ બાંધકામનો ધંધો કરે છે અને તેઓનું મિક્સર મશીન અને લિફ્ટ નો સામાન ખુલી જગ્યા માંથી રાતોરાત ચોરાઈ જતાં રાહુલ રાઠોડ સમગ્ર ફરિયાદ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદી રાહુલ રાઠોડની ફરિયાદના આધારે વટવા GIDC પોલીસ સ્ટેશનના પીઆઇ. એન. ડી. નકુમ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ કર્મીઓ દ્વારા ગંભીરતા પૂર્વક તપાસ હાથધરવામાં આવી હતી.
જેમાં પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ચોરાયેલા સિમેન્ટ મિક્સર મશીન તથા લિફ્ટ નો સામાન શોધવા માટે ” પોકેટ કોપ એપ્લિકેશન”નો ઉપયોગ કર્યો. વટવા GIDC પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફ PSI જે. જી. જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, હરદીપસિંહ, હરદેવભાઈ ચિંતન કુમાર, નરેન્દ્રભાઇ સહિતના સ્ટાફ દ્વારા CCTV કેમેરાના આધારે ચોરીના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલ બોલેરો કાર GJ 20X 1810 નંબરના આધારે પોકેટ કોપ એપ્લિકેશન માં સર્ચ કરતા મળેલ વાહન માલિકના સરનામાના આધારે ચોક્કસ બાતમી એકત્ર કરી ચોરીના આરોપી દાહોદ લીમખેડાના મુકેશભાઈ મડિયાભાઈ માવીને વટવા વિસ્તારના નિગમ બસ સ્ટેન્ડ પાસે આવેલ કાચા છાપરા માંથી મુદ્દામાલ સિમેન્ટ મિક્સર મશીન અને લિફ્ટ ના સામાન અને ચોરીના ગુનામાં વાપરવામાં આવેલ બોલેરો કાર સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.