દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાચાર
મેડિકલ સર્ટિફિકેટ માટે પણ વલખાં કોઈ અગ્નીવિર કંઈ રીતે દેશની રક્ષા કરશે
અમદાવાદ: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર્સના સ્ટાઇપેન્ડમાં ૨૦% વધારો જાહેર કર્યા છતાં ડોક્ટર્સ દ્વારા હડતાળનો માર્ગ અપનાવતા સવાલ એ થાય કે ડોક્ટર્સ માટેનું હથિયાર હડતાળ એ સરકાર માટે બીમારી બની રહી છે.
હડતાળિયા ડોક્ટર્સનું માનીએ તો અગાઉ સરકાર પાસે તેઓએ ૪૦% સ્ટાઇપેન્ડ વધારાની માંગ કરી હતી પરંતુ સરકાર દ્વારા માટે ૨૦% વધારો જાહેર કરવામાં આવતા ડોક્ટર્સ ઉગ્ર થયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં વહેલી સવારથી જ ડોક્ટર્સ હડતાળના પગલે દર્દીઓની પરેશાની વધી ગઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ સારવાર વગર પરત ફરવા મજબૂર બન્યા. કેટલાક દર્દીઓ ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયા પરંતુ સરકારના ભરોષે આરોગ્ય સેવા માટે આવેલા દર્દીઓની પરેશાનીઓનો પાર ના રહ્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હડતાળની અસર ઘટે માટે સરકાર પાસે થી અને મેડિકલ કોલેજમાંથી ઉછીનું પાછીનું કરી ૧૧૧ જેટલા ડોક્ટર્સ બોલાવવામાં આવ્યા પરંતુ જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય ત્યાં સિવિલ હોસ્પિટલ તંત્ર ક્યાંથી પહોંચી વળે.
દિવસ દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં સારવાર માટે ૩૮૫૭ દર્દીઓ આવ્યા, જેમાંથી ૧૩૯ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા. જ્યારે માત્ર આંઠ પ્રસુતાઓ ની પ્રસૂતિ કરાવવામાં આવી જ્યારે ૨૬ જેટલા જ ઓપરેશન કરવામાં આવ્યા.
દિવસભરની દર્દીઓની હાલાકી બાદ સરકારી તંત્ર દ્વારા જુનિયર ડોક્ટર્સ અને ઇન્ટન્ટ ડોક્ટર્સ ને આવતી કાલ સવારે હડતાળ સમેટી ફરજ પર ચઢી જવા આદેશ કર્યો છે. જો હડતાળિયા ડોક્ટર્સ પોતાની ફરજ ઉપર પરત નહીં ફરે તો શિક્ષાત્મક પગલાં ભરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે ડોક્ટર્સ દ્વારા ઉઠાવવામાં આવેલ હથિયાર હડતાળનો અંત આવે છે કે પછી સરકાર દ્વારા હડતાળની બીમારીનો ઈલાજ કરવામાં આવે છે.