ચૂંટણી બહિષ્કાર છતાં એક મત નખાવતા થયો વિવાદ!
બોડેલીના કુંડી-ઉંચાકલમ તથા તરગોલ ખાતે ચુંટણી બહિષ્કાર છતાં એક મત નખાવતા વિવાદ
તરગોલ – 725 માથી એક નુ જ મતદાન તે ભાજપ ને જયારે, કુંડી ઉચાકલમ 513 મા ફકત એક નુ જ મતદાન તે નોટા મા પડયો હતો
અલ્લા રખાં પઠાણ, બોડેલી
બોડેલીના કુંડી ઉંચાકલમ તથા તરગોલ ગામે પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈ કરેલા ( election boycott ) ચુંટણી બહિષ્કાર નો મામલામા ફકત એક મત અને કુંડી ઉંચાકલમ ગામે અને તરગોળ માં પણ એક મત નોધાયો હતો કુંડી ઉચાકલમ નો મત નોટા મા નિકળ્યો તરગોલ ગામનો મત ભાજપ ને મળ્યો ચુંટણી બહિષ્કાર મા જીરો મતદાન નોંધાય તેવી ગ્રામજનો ની લાગણી હતી પરંતુ મામલતદાર તથા TDO એ બન્ને જગ્યાએ એક એક મત નખાવતા વિવાદ થયો હતો એક મતદાર ને પકડી લાવી મત નખાવતા મામલતદાર તથા TDO નો કર્યો ગ્રામજનોએ ઘેરાવો કર્યો હતો હતો.
આંઠ વર્ષથી અલગ ગ્રામ પંચાયતની માંગ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાકલમ ગામે અલગ આઠ વર્ષ બાદ પણ ( separate Gram Panchayat ) ગ્રામ પંચાયત ન આપવાના મુદ્દે ગ્રામજનોએ ચૂંટણી બહિસ્કારનો નિર્ણય લીધો હતો. તેનું ચુસ્ત પાલન કરીને બપોર સુધી બુથકેન્દ્ર માં એક પણ મત પડ્યો ન હતો. ત્યારે અધિકારીઓ એક મતદારને ગાડીમાં બેસાડી લાવીને મતદાન કરાવતા ગ્રામજનો એ ભારે હોબાળો કર્યો હતો. 513 ના મતદાન પૈકી એક માત્ર મત પડ્યો હતો. તેવી જ રીતે તરગોળ માં પણ રસ્તા ને લઇને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો ત્યાં પણ 725 ના મતદાન મા ફકત એક મત પડ્યો હતો.
ગ્રામ પંચાયત અલગ કરવાનો મુદ્દો મુખ્ય હોવા છતાં તંત્ર એ લાપરવાહી દાખવી છે. જેથી કુંડી-ઉચાકલમ ને ન્યાય ન મળતા ગ્રામજનોએ આખરે મતદાન બહિષ્કાર નો નિર્ણય લીધો હતો. તેને પાડી ને બપોર સુધી એક મત પડ્યો ન હતો. છેવટે અધિકારીઓ ધુવાપુવા થઈને એક મતદાર ને ગાડી માં લઇ આવી ને મત નખાવ્યો હતો. તેવા આક્ષેપ સાથે ગ્રામજનો એ હોબાળો કર્યો અને પોલીસ ને દરમ્યાનગીરી કરવાની પણ ફરજ પડી હતી. પ્રજા ની સેવા કરવાના ઠાલા વચન સાથે ચૂંટણી લડી ને જીત્યા પછી પાંચ વર્ષ મત વિસ્તારના કામો ન થતા મતદારો રોષે ભરાય તે સ્વાભાવિક છે. ચૂંટણી ટાણે મત વિસ્તાર માં ડેરા તંબુ નાખતા નેતાઓ ચૂંટણી પછી મત વિસ્તાર નુ ધ્યાન રાખે તે આ બે ગામ ના ગ્રામજનો એ બતાવ્યું છે.
ઊંચાકલમ ગામ પંચાયત વિહોણું
છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકા માથી વિભાજન થતાં બોડેલી તાલુકો અસ્તિત્વ માં આવ્યો જેમા ઊચાકલમ ગામ ના લોકો ગ્રામ પંચાયત વિહોણા થઈ ગયા છે ગામ ના લોકો ગામ ના વિકાસ ને લઈ વલખાં મારી રહ્યા છે . નેતાઓ કે અધિકારીઓ ગામ ના લોકો ની કોઈ વાત સાંભળતા નથી. ગામ માં સરપંચ નથી ત્યારે ગામની સમસ્યા હોય કે ગામ ના વિકાસ માટે ની રજૂઆત ગામના લોકો કરે તો કોને કરે તેવી સ્થિતી માં મુકાયા છે જેને લઈ તેઓએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચુટણી બહિસ્કાર નો નિર્ણય કર્યો હતો ગામ માં મતદાન માટે ના બૂથ પર ગ્રામ પંચાયત ની ચુટણી નું મતદાન તો નથી થતું . જોકે આ બૂથ પર લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ની ચૂટણી માટે મતદાન થાય છે.
ગ્રામજનોએ મતદાન બહિષ્કારનું આહવાન કર્યું હતું
ગામ ના લોકો એક આશા સાથે મતદાન કરે છે કે તેમની સમસ્યા નેતાઓ સાંભળસે અને તેમની સમસ્યા નું નિવારણ લાવશે. પણ વર્ષો થી તેમની સમસ્યા નું નિવારણ ના આવતા સ્થાનિક ચુટણી માં ગામ ના લોકો મતદાન નહી કરે તેવું નક્કી કર્યું હતું . વર્ષો જૂની સમસ્યા નું નિવારણ ના આવતા નેતાઓ અને અધિકારીઓ ની શાન ઠેકાણે લાવવા માટે ચુટણી બહિકાર નું શસ્ત્ર ઉગામ્યું હતું. સ્થાનિક સ્વરાજ્ય ની ચુટણીઓ પૂર્ણ થઈ ગઈ છે પરિણામો આવી ગયા છે. હવે જોવા નું એ રહે છે કે તેમના ચુંટણી બહિષ્કારનો નિર્ણય કેટલો કારગત નીવડે છે નેતાઓ અધિકારીઓએ કેટલા સમય માં તેમની આ વર્ષો જૂની સમસ્યાઓ નું નિવારણ લાવે છે.
Views 🔥