ગાંધીનગરની રીતુ રશિયામાં દેશનું ગૌરવ અને પોતાનું કૌવત બતાવશે! ફેન્સીંગ વર્લ્ડકપની ભારતીય ટીમમાં ગાંધીનગર જિલ્લાની રીતુ ચૌધરીની પસંદગી
Views 🔥ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હિંમતપુરાની દિકરી રીતુ ભરતભાઈ ચૌધરીએ રાષ્ટ્રીય ફલક પર ઉત્કૃષ્ઠ દેખાવ કરી ફેન્સીંગ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. આગામી તા. ૧૮ થી ૨૩ માર્ચ ૨૦૨૧ દરમ્યાન રશિયાના કઝાન ખાતે યોજાનાર ફેન્સીંગ વર્લ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ મેળવનાર રીતુ ગુજરાતની પ્રથમ ફેન્સીંગખેલાડી બનશે.
રીતુચૌધરીએફેન્સીંગ રમતની શરૂઆત ૨૦૧૪માં જે.એમ. ચૌધરી શાળામાં અભ્યાસ દરમ્યાન ગુજરાત સ્પોર્ટસ એકેડમીમાં ફેન્સીંગ કોચ ભરતજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ ફેન્સીંગ રમતની શરૂઆત કર્યા પછી ૨૦૧૬માં અખિલ આંજણા કેળવણી મંડળ સ્પોર્ટસ એકેડમી એકેડમીમાં તાલીમ મેળવી હતી. આ પછી રાજ્ય સરકારની ડી.એલ.એસ.એસ. યોજના હેઠળ ઈનસ્કુલ ટેલેન્ટ ખેલાડી તરીકે કોચ કિંજલબેન અને ટ્રેનર હાર્દીકજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી ૨૦૧૮થી રાજ્ય સરકારની ફેન્સીંગ એકેડમીમાં નડીયાદ ખાતે તાલીમ મેળવી રહી છે.
રીતુ ચૌધરી ૭ વર્ષથી સતત નિયમિત ફેન્સીંગની તાલીમ મેળવી છેલ્લા ૫ વર્ષથી તે સતત રાજ્યકક્ષાએ ચેમ્પીયન રહી છે અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં સારો દેખાવ કરી મેડલ મેળવ્યો
હતો. ગત વર્ષે સિનિયર ફેન્સીંગ ચેમ્પીયનશીપમાં છઠ્ઠો અને જુનિયર ફેન્સીંગ ચેમ્પીયનશીપમાં પાંચમો
રેન્ક તેમજ ઓલ ઈન્ડીયા ઈન્ટર યુનિવર્સિટીફેન્સીંગ સ્પર્ધામાંસિલ્વર મેડલ તથા ખેલો ઈન્ડીયા યુનિવર્સિટી ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. રીતુ પોતાના સાતત્ય સભર પર્ફોમન્સને કારણે વર્લ્ડકપ જેવી મોટી ઈવેન્ટ માટે ભારતીય ટીમમાં પસંદગી પામેલ છે.