વસ્ત્રાપુરમાં પૂરપાટે મર્સડીઝ કાર હંકારી બેને હડફેટે લેનાર કાર ચાલકને 6 મહિનાની જેલ!

વસ્ત્રાપુરમાં પૂરપાટે મર્સડીઝ કાર હંકારી બેને હડફેટે લેનાર કાર ચાલકને 6 મહિનાની જેલ!

0 0
Spread the love

Read Time:2 Minute, 18 Second

વસ્ત્રાપુરમાં પૂરપાટે મર્સડીઝ કાર હંકારી બેને હડફેટે લેનાર કાર ચાલકને 6 મહિનાની જેલ!

   રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
        ગત 22 જુલાઈ 2015 ના રોજ વસ્ત્રાપુર આઈઓસી પેટ્રોલપંપ સામેના ચાર રસ્તા પાસે મર્સડીઝ કાર ચાલકે ત્યાંથી પસાર થતા એકટીવા ચાલક સહીત બે જણાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં સદનસીબે એકટીવા ચાલક અને અન્ય ek વ્યક્તિનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જે કેસ સંદર્ભમાં ગ્રામ્ય કોર્ટે મર્સડીઝ ચાલકને 6 માસની કેદ તથા રોકડ દંડ ફટકાર્યો હતો.

     2015 માં બનેલી અકસ્માતની ઘટનામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. જેમાં એકટીવા ચાલક મોહિત રાધાણી અને તેમના મિત્ર અર્જુનભાઈ પુજારાને વસ્ત્રાપુર આઈઓસી પેટ્રોલપમ્પ સામેના ચાર રસ્તા પાસેથી પૂરપાટે જતી એક મર્સડીઝ કારે ટક્કર મારી હતી. આ ઘટનામાં મોહિત રાધાણી અને અર્જુનભાઈ પુજારા ઈજાગ્રસ્ત થયા હતા. જે બાબતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ ધીરુભાઈ. જે. પરમારે નવ સાક્ષીઓ અને 16 દસ્તાવેજી પુરાવાના આધારે કેસ પુરવાર કર્યો હતો. સરકારી વકીલ ધીરુભાઈ. જે. પરમારની મજબૂત દલીલોના આધારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનાં જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ તૃપ્તિબેન. એ. ભાડજાએ મર્સડીઝના ચાલક મૃદુલ અશ્વિનભાઈ પટેલને ગુનેગાર ઠરાવી 6 માસની કેદ તથા 1500 દંડ ફટકાર્યો હતો. કોર્ટે બે ઈજાગ્રસ્તોને આરોપી પાસેથી રૂ.5000 લેખે વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો હતો.

Views 🔥 વસ્ત્રાપુરમાં પૂરપાટે મર્સડીઝ કાર હંકારી બેને હડફેટે લેનાર કાર ચાલકને 6 મહિનાની જેલ!

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

વસ્ત્રાપુરમાં પૂરપાટે મર્સડીઝ કાર હંકારી બેને હડફેટે લેનાર કાર ચાલકને 6 મહિનાની જેલ!

જનતા જનાર્દનની જીત વિવાદિત PSI મોથલીયા અને એરપોર્ટ ASIની બદલી કરવામાં આવી!

વસ્ત્રાપુરમાં પૂરપાટે મર્સડીઝ કાર હંકારી બેને હડફેટે લેનાર કાર ચાલકને 6 મહિનાની જેલ!

પોલીસ સ્ટેશનમાં પોલીસ ગાયબ! વૃદ્ધના હાથમા ચપ્પુ વાગ્યું, ફરીયાદ કરવા પહોંચ્યા તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ફરીયાદ વિભાગમા કોઈ પોલીસ હાજર ના મળ્યો!રામ રાજ્ય પ્રજા દુઃખી!

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.