કેળવણીધામ- સરદારધામ સંસ્થાનેજા હેઠળ ચાલતા સિવિલ સર્વિસ કેન્દ્રના 31 જેટલા યુવાનો તાલીમ લઈ નાયબ મામલતદાર અને સેક્શન અધિકારી તરીકે પસંદગી પામ્યા.
Views 🔥અરવલ્લી: વિશ્વ પાટીદાર સમાજ ના સંચાલિત કેળવણીધામ- સરદાર ધામ ના સિવિલ સર્વિસ તાલીભ કેન્દ્ર દ્વારા સમગ્ર પાટીદાર સમાજ ના બાળકો માટે સિવિલ સર્વિસ ના તાલીમ અને અભ્યાસક્રમ નું સુંદર કામગીરી અને કેળવણી ના ઉત્તર યજ્ઞોત્સવ જેવું કામ કરવામાં આવે છે અને આજ સુધીમાં સંસ્થામાં તાલીમ પામેલા અસંખ્ય યુવાનો સરકારમાં અધિકારી બની સેવા આપી રહ્યા છે તાજેતરમાં જી.પી.એસ.ની પરીક્ષામાં પાટીદાર સમાજ ના એકત્રીસ જેટલા યુવાનો નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર તરીકે સરકારમાં પસંદગી પામ્યા છે અને. કેટલાક બાગાયતી અધિકારી બની ગયા છે જે સમાજ માટે આનંદની વાત છેસંસ્થાનુ ટ્રસ્ટી મંડળ ના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયા ઉપ પ્રમુખો નટુભાઈ, નાગજીભાઈ શીંગાળાઅને નિવૃત આઈ.એસ.અધિકારીઓ ટી જે ઝાલાવાડિયા, એસ એલ મીના,એસ એચ પટેલે અભિનંદન આપ્યા હતા અને જુદા જુદા નિષ્ણાતો દ્વારા તાલીમાર્થીઓ ને સુંદર તાલીમ આપવામાં આવે છે.તમામ પસંદગી પામેલા યુવાનો ને સંસ્થા ના પ્રમુખ સહિતના હોદ્દેદારો એ અભિનંદન આપ્યા છે અને હજુ પણ પાટીદાર સમાજ ના વધુ શિક્ષિત યુવાનો સંસ્થા નો લાભ લે માટે અનુરોધ કરી રહ્યા હોવાનું સંસ્થા ના મીડીયા કન્વીનર મહેન્દ્રપ્રસાદે દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે..