જોધપુર અને જૈસલમેર એર  ફોર્સ  સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

જોધપુર અને જૈસલમેર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

0 0
Spread the love

Read Time:2 Minute, 26 Second
Views 🔥 જોધપુર અને જૈસલમેર એર  ફોર્સ  સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

જોધપુર અને જૈસલમેર એર  ફોર્સ  સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે સંચાલન સંભાળ્યા પછી 25 મે 2021ના રોજ જોધપુર અને જૈસલમેર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. એર માર્શલે પરિચાલનની તૈયારીઓ અને કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટેના પ્રયાસો ચકાસવા માટે ફ્રન્ટલાઇન એર બેઝની મુલાકાત લીધી હતી. તેમણે જૈસલમેર ખાતે નં. 15 એર ફોર્સ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

એર માર્શલને બેઝ કમાન્ડર્સ દ્વારા સ્ટેશનોના વિવિધ પરિચાલન, જાળવણી અને પ્રશાસનિક પાસાંઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે સંસ્થાગત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટેના ગતિશિલ અભિગમની જરૂરિયાતને રેખાંકિત કરી હતી અને કર્મીઓને એર ફોર્સની કિર્તીપૂર્ણ પરંપરા જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન, એર માર્શલે કોવિડ-19 મહામારીના વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી તૈયારીઓની પણ સ્થિતિ જાણી હતી. તેમણે મહામારીની પ્રવર્તમાન સ્થિતિ સામે જરૂરી હોય તેવા તમામ તકેદારીના પગલાં લેવા માટે અને ન્યૂ નોર્મલના માહોલમાં ઉત્સાહ તેમજ સાવચેતી સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે કર્મીઓને અનુરોધ કર્યો હતો.

એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે નં. 15 એર ફોર્સ હોસ્પિટલના ડૉક્ટરો, નર્સો અને સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી. જૈસલમેરમાં સૈન્ય અને એર ફોર્સના કોવિડ-19ના દર્દીઓ માટે આ હોસ્પિટલ નોડલ સેન્ટર છે અને નાગરિકો માટે અહીં 30 બેડની સમર્પિત સુવિધા તૈયાર કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

જોધપુર અને જૈસલમેર એર  ફોર્સ  સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

મ્યુકરમાયકોસીસ રોગચાળાના ટ્રિટમેન્ટ પ્રોટોકોલ-સારવારમાં એક સુત્રતા માટે ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી

જોધપુર અને જૈસલમેર એર  ફોર્સ  સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ

‘’હું માનવસેવાની મારી ફરજ ચૂંકું તો મારી માનવતા લાજે’’- વાસંતીબેન. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેનનું સેવાકાર્ય સરાહનીય..

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.