બોલો લ્યો! જુગારની રેડ કરવા ગયેલી પોલીસને ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઇ

0
બોલો લ્યો! જુગારની રેડ કરવા ગયેલી પોલીસને ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઇ
Views: 74
0 0
Spread the love

Read Time:2 Minute, 31 Second
Views 🔥 બોલો લ્યો! જુગારની રેડ કરવા ગયેલી પોલીસને ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઇ

પાલીતાણાના માનસિંહ હોસ્પિટલ પાછળ સર્વોદય સોસાયટીમાં જુગરીઓને બચાવી પોલીસને પાંચ શખ્સોએ માર માર્યો અને આરોપીને ભગાડી મુક્યા

ભાવનગર જિલ્લાના પાલિતાણા ટાઉન પોલીસ 20 તારીખના રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળેલી જેને પગલે પાલીતાણાના માનસીહ હોસ્પિટલ પાછળ આવેલી સર્વોદય સોસાયટીમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેને લઇને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જુગાર રમતા લોકો ને પકડવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી જો કે આરોપીઓ પકડાયા નહોતા પણ બનાવ અલગ જ બની ગયો હતો.

સમગ્ર બનાવની વિગત એવી છે કે પાલિતાણા ટાઉન પોલીસ સર્વોદય સોસાયટીમાં બજરંગદાસ બાપાની મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા શખ્સો ને પકડવા પહોંચે તે પહેલા પોલીસને જોઈને જુગાર રમનારા શખ્સો ભાગવા લાગ્યા હતા તેમાંથી એક સફેદ ટીશર્ટ વાળો શખ્સ ઝડપાઈ ગયો હતો.

પોલીસ કર્મી સફેદ ટીશર્ટ વાળા શખ્સને ઝડપી લેતા સફેદ ટીશર્ટ વાળા શખ્સે દેખારો કર્યો હતો જેથી આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા તેમાંથી પાંચ લોકોએ પોલીસ કર્મીને અહીંયા કેમ રેડ પાડો છો કહીને ગડદાપાટુનો મારમાર્યો હતો અને અમારા લત્તામાં કેમ રેડ પાડવા આવો છો હવે આવશો તો જીવથી જશો તેવી ધમકી આપી હતી અને સફેદ શર્ટવાળા શખ્સને ભગાડી મુક્યો હતો.

પોલીસ કર્મીને ગડદાપાટુનો મારમારી ધમકી આપવામાં આવતા પાલિતાણા ટાઉન પોલીસમાં જીગ્નેશ મહેશભાઈ મારુ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલએ સર્વોદય સોસાયટીમાં રહેતા સાદુલ સાટીયા ભરવાડ, રઘુભાઈ સાટીયા ભરવાડ,મનોજ રાઠોડ,ગોપાલ સાદુલભાઈ સાટીયા અને સફેદ ટીશર્ટ વાળા અજાણ્યા શખ્સ સામે ફરજ રૂકાવટ અને ગડદાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *