કોરોના વોરિયર્સનુ સમ્માન કરો ના ગુજરાત સરકાર ના પોકળ દાવા
કોરોના વોરિયર્સ આપણી ઢાલ છે એમનું સમ્માન કરો ની વાતો કરનાર ગુજરાત સરકાર આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા છુટા કરાયેલ કોરોના વોરિયર્સને નોકરી ઉપર પરત લઈ એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ આ કોરોના વોરિયર્સને ન્યાય અપાવવા લડત આપતા ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની ચાંદખેડા પોલીસે એમના નિવાસેથી ધરપકડ કરી 151 કલમ લગાવતા કર્મચારીઓમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.
જીવના જોખમે કોરોનાની કામગીરી કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓનો નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાનો પગાર ન ચુકવાતા બોટાદ ભાવનગર જુનાગઢ ભાવનગર અને અમરેલી જીલ્લાઓના કર્મચારીઓએ ભાવનગર ખાતે વિભાગીય નાયબ નિયામકને રજુઆત કરેલ જેની દાઝ રાખી આઉટસોર્સિંગ એજન્સીઓ એમ જે સોલંકી અને ડી.જી.નાકરાણી દ્વારા બોટાદ જીલ્લાના મહેશભાઈ બારોટ અને ધર્મેશભાઈ જાંબુકીયા ને ગત ફેબુ્રઆરી માસમાં છુટા કરી દીધેલ આ બાબતે ગાંધીનગર આરોગ્ય કમિશનર દ્વારા આ કોરોના વોરિયર્સને પરત લેવા આદેશ કરવા છતાં એજન્સીઓ કમિશનર ના આદેશને પણ ઘોળીને પી ગઈ હતી જેના કારણે સરાહનીય કામગીરી કરેલ હોવા છતાં છેલ્લા ત્રણ મહિનાથી કર્મચારીઓને નોકરી થી વંચિત રહેલ છે. અનેક રજૂઆતો છતાં આ કોરોના વોરિયર્સને ન્યાય ન મળતાં નાછુટકે ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્રારા આ કોરોના વોરિયર્સને ન્યાય અપાવવા 22 જુન મંગળવારથી કમિશનર કચેરી ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ નુ એલાન કરવું પડેલ જેના પગલે આજે ચાંદખેડા પોલીસ દ્વારા રજનીકાંત ભારતીય ની ધરપકડ કરવામાં આવી હતી અને 151 લગાવી હતી. જેને રજનીકાંત ભારતીય એ લોકશાહી ની હત્યા સમાન ગણાવી જણાવ્યું હતુ કે ખરેખર તો કોરોના વોરિયર્સને ધાક ધમકી આપનાર અને એમના પગારમાં ગેરરીતિ આચરનાર એજન્સીઓ વાળા જેલમાં હોવા જોઇએ એની જગ્યાએ મારી ધરપકડ કરી સરકારે એજન્સીઓને છાવરવા પ્રયાસ કર્યો છે અગાઉ જ્યારે અંગ્રેજોનુ શાસન હતુ અને દેશ ગુલામ હતો ત્યારે ગાંધીજી મન ફાવે ત્યારે ઉપવાસ કરી શકતા પરંતુ અત્યારે ઉપવાસ ઉપર ઉતરે એ પહેલાં જ ધરપકડ કરી ગુજરાત સરકાર એ સાબિત કરી રહી છે કે આઝાદ દેશમાં પણ આપણે હજી ગુલામ જ છીએ..
ધરપકડના વિરોધમાં રજનીકાંત ભારતીય દ્રારા આવતીકાલ ની જગ્યાએ આજથી પોલીસ સ્ટેશનમાં જ આમરણાંત ઉપવાસ નો પ્રારંભ કરી દીધો હતો.