કોરોના નિયમોની એસીતેસી…
ક્યારે થશે કાર્યવાહી..?
પોલીસ લગાવશે અસામાજિક તત્વો પર લગામ..?
વ્યારા: રાજ્યમાં કોરોના હળવો બની રહ્યો છે કોરોનાના દૈનિક કેસની સંખ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે, વ્યારામાં કોવિડ ગાઈડ લાઇનના ધજાગરા ઉડવામાં આવ્યા. અસામાજિક તત્વ નામચીન બુટલેગરે પોતાનો જન્મ દિવસ મનાવવાની લ્હાયમાં કોરોના નિયમો નેવે મુક્યા. આશરે 80 થી 90 લોકોને ભેગા કરી વૃંદાવનવાડી ખાતે આતીશબાજી અને ફટાકડા ફોડી બુટલેગર રાકેશ અમરસિંહ ચૌધરીએ એ જન્મ દિવસની ઉજવણી કરી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.
વીડિયોમાં ખુલ્લે આમ કોરોનાને આમંત્રણ આપવામાં આવતું હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. અને કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બુટલેગર રાજકીય વગ ધરાવતો હોવાથી પોલીસ કશું પણ નહીં કરી શકે તેવી લોકચર્ચા થઈ રહી છે. શું આ બાબતે સખત કાર્યવાહી કરવામાં આવશે કે પછી ઉપરની વાત સાચી સાબિત થશે.. હાલ આરોપી લોકઅપમાં પરંતુ કાર્યવાહી થશે કે કેમ એ એક પ્રશ્ન???