મંગળવારના રોજ પણ સ્કિન ઓપીડીમાં આગ લાગી હતી…
ઓપીડીની છત લીકેજ થતા શોર્ટ સર્કિટ
હોમગાર્ડ જવાનોની જાંબાઝી કામે આવી
ફાયર વિભાગ પહોંચે તે પહેલાં આગ ઉપર કાબુ મેળવ્યો
વીજ પુરવઠો 20 મિનિટ માટે બંધ કરવામાં આવ્યો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હજી બે દિવસ પહેલાજ બપોરની ઓપીડી શરૂ કરવામાં આવી છે. કોરોનાના કેસ ઘટતાં સિવિલ તંત્ર દ્વારા સવારની ઓપીડી સાથે હવે બપોરની ઓપીડી પણ શરૂ કરી છે. ત્યારે આજે બપોરે અચાનક સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાઈ ગયો…
તાત્કાલિક અસરથી કોઈ જાનહાની ના થાય તે હેતુ થી સિવિલ તંત્ર દ્વારા તમામ દર્દીઓ અને સ્ટાફને ઓપીડી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલ ની સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનો હિતેશ મકવાણા, શશીકાંત પરમાર, સુરેશભાઈ રાવત અને વિઠ્ઠલભાઈ પટણી દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો….
દિવસ રાત સિવિલ હોસ્પિટલની સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનોએ ફરી એક વખત સિવિલ હોસ્પિટલ પોતાની કામગીરી થકી સુરક્ષા માટે કટિબદ્ધતા સાર્થક કરી છે. ત્યારે તમામ હોમગાર્ડ જવાનો ને જયહિંદ સાથે આભાર માનવો જોઈએ…
ગત રોજ મંગળવારે પણ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગના સ્કિન ઓપીડીમાં આગ લાગી હતી. જ્યારે આજે ફરી એક વખત આગ લાગતા સિવિલ તંત્ર પર સવાલ ઉભા થઇ રહ્યા છે. વર્ષો જૂનું વાયરિંગ અને ઉપરથી વરસાદમાં ટપકતી છતના કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધ્યું છે. ત્યારે ઓપીડી બિલ્ડીંગનું સમારકામ ક્યારે કરવામાં આવશે તે દેખવું રહ્યું.