મેઘાણી વંદના સાથે સંસ્કાર ભારતી દ્વારા સ્વતંત્રતાનો  અમૃત મહોત્સવ યોજાયો

મેઘાણી વંદના સાથે સંસ્કાર ભારતી દ્વારા સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ યોજાયો

0 0
Spread the love

Read Time:8 Minute, 0 Second
Views 🔥 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશા નિર્દેશનમાં રાજ્યના MSME ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે

સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતની સાધારણ સભામાં ઉજવણીની રૂપરેખા નક્કી કરાઈ

લેખક –જીગર પંડયા

કલા અને સાહિત્યની અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી,  ગુજરાત પ્રાંત દ્વારા રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતાનનો અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ઉદ્દઘાટન સમારોહ  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના પશ્ચિમ ક્ષેત્ર પ્રચાર પ્રમુખ અને કલા અને સંકૃતિના મેઘાવી અભ્યાસુ શ્રી પ્રમોદજી બાપટના સાનિધ્યમાં અને સ્વતંત્રતા અમૃત મહોત્સવ ઉજવણી સમિતીના અને સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ  આદરણીય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન,  ગાંધીનગર ખાતે યોજાયો.
શરૂઆતમાં સમિતિના સંયોજક શ્રી જગદીશ જોશીએ સૌને આવકારી સ્વતંત્રતા એ રાષ્ટ્રીય પર્વ છે જેમાં  સંગ્રામ, ત્યાગ અને બલિદાનની  સાક્ષાત ભાવના જોડાયેલ છે જે વર્ષ દરમિયાન કલા માધ્યમ દ્વારા ઉજવાશે. ત્યારબાદ કલાદર્શનનો ઉદ્દઘાટન સમારોહ શરૂ થયેલ.
જેમાં સૌ પ્રથમ લોક કલા અને સાહિત્ય ક્ષેત્રે ઝળહળતું નામ એવા શ્રી અભેસિંહ રાઠોડે ” મેઘાણી વંદના ” ખૂબ જ સુંદર શબ્દો અને સંગીતમય રીતે પ્રસ્તુત કરેલ ત્યારબાદ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ ગરવી ગુજરાતનો ગરબો પ્રસ્તુત કરેલ.  કવિવર ઉમાશંકર જોષીની ભૂમિમાં આવેલ આર્ટસ અને કોમર્સ કોલેજની વિદ્યાર્થીની ડોલી પંચાલે ” વંદે માતરમ” ગાન પર અદભુત નૃત્ય રજુ કરેલ. વિશેષ પ્રસ્તુતિમાં મેઘાવી નૃત્યાંગના અને વડોદરા પરફોર્મિંગ આર્ટસ કોલેજના પ્રાધ્યાપિકા સ્મૃતિબેન વાઘેલાએ અર્ધનારીશ્વર ” સ્તુતિને  ભરતનાટ્યમ સ્વરૂપમાં પ્રસ્તુત કરી સર્વે કલાકારોના દિલ જીતી લીધા હતા….
આ રાષ્ટ્રીય પર્વ અમૃત મહોત્સવની વાર્ષિક ઉજવણી હેતુસર વિવિધ કલા વિધાના અધ્યક્ષોએ પોતાની વિધા કલા દ્વારા થનારા કાર્યક્રમોનું વૃતાન્ત રજૂ કરેલ.

સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી રમણીકભાઈ ઝાપડિયાએ નામાંકિત કલાકારો,  વિધા પ્રમુખો અને સમિતીના સદસ્યોને ખેસ પહેરાવી મહેમાનોના હસ્તે  સન્માનિત કરેલ.

સમારોહમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના પ્રચાર પ્રમુખ શ્રી પ્રમોદજી બાપટેએ ભારતની સાંસ્કૃતિક ધરોહર અને સમૃદ્ધ પ્રાચીન સંસ્કૃતિને કલાના માધ્યમ દ્વારા જન જન સુધી પહોંચાડવી જોઈએ જે કલાકારોનું દાયિત્ય છે.તેઓએ કલાનો વ્યાપક અને વિસ્તારપૂર્વક અર્થ સમજાવી કલા દ્રસ્ટા  શું છે તે બાબતથી સૌને ઉજાગર કરેલ.

આ ઉદ્દઘાટન  સમારોહમાં લોક કલાના શ્રધ્યેય પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના કુલપતિશ્રી ડૉ.હર્ષદ પટેલ, સંસ્કારોત્સવથી સન્માનિત અગ્રણી કલાકારો, કલાવિધાના અધ્યક્ષો તેમ જ સમિતીના સદસ્યો અને નામાંકિત કલાકારો  ઉપસ્થિત રહેલ.

સંસ્કાર ભારતીના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ સમાપન પ્રસંગે જણાવેલ કે ભારતમાતાના આશીર્વાદથી આગામી વર્ષ દરમિયાન એટલે કે 2022 સુધી અમૃત મહોત્સવ ઉજવાશે તેમજ રાજ્યના 6  શહેરોમાં મોટા ઉત્સવો યોજાશે. વધુમાં જણાવેલ કે રાષ્ટ્રભક્તિનું સર્વશ્રેષ્ઠ કાર્ય દરેક વિધામંડળ દ્વારા ભવ્ય રીતે કરાશે જે દરેકની સ્મૃતિ પટલમાં કાયમ રહેશે. તેઓએ ગામડાઓમાં એક સાથે એક સમયે પ્રાચીન ભજન પ્રસ્તુતિ અને 200 વર્ષના ઇતિહાસની ગાથાનું લેખન દ્વારા વિશ્વકોષ બનાવવાની જાહેરાત કરેલ.

સમગ્ર કાર્યક્રમની ઉદઘોષણા સાહિત્ય અકાદમીના મહામાત્ર અને સમિતીના કોષાધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહ જાદવે કરેલ.

સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતની સાધારણ સભા ગાંધીનગર ખાતે યોજાઈ હતી
ભારતભરમાં કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે મોટું સંગઠન ધરાવતી અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતની સાધારણ સભા સ્વામિનારાયણ મંદિરસેક્ટર -2, , ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ક્ષેત્રીય સહ પ્રમુખ શ્રી ઓજસભાઈ હિરાણી અને માર્ગદર્શક અને સંપર્ક અધિકારી શ્રી કૈલાસભાઈ ત્રિવેદીના સાનિધ્યમાં  યોજાઈ. આ સાધારણ સભામાં ખૂબ જ બહોળી સંખ્યામાં કલાકારો  ઉપસ્થિત રહ્યા જેમાં  આગામી ત્રણ વર્ષ માટે સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તરીકે પૂર્વ ગૃહ તેમજ  સાંસ્કૃતિક મંત્રી આદરણીય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીની  સર્વાનુમતે વરણી થયેલ છે. ઉપરાંત સંસ્થાના ઉપાધ્યક્ષ પદે લોક કલા અને લોક સાહિત્યના પ્રખર પ્રહરી શ્રી અભેસિંહ રાઠોડ અને ચિત્ર જગતના શ્રેષ્ઠ અને ઉમદા કલાકાર શ્રી રમણીકભાઈ ઝાપડિયા, મહા મંત્રી તરીકે જયદીપસિંહ રાજપૂત , સહ મંત્રી તરીકે શ્રી ક્રિષ્નાભાઈ ભાવે અને શ્રી પંકજભાઈ ઝાલા. કોષાધ્યક્ષ તરીકે શ્રી પરેશભાઈ રાવલ અને સહ કોષાધ્યક્ષ તરીકે જગદીશ જોષીની વરણી થયેલ છે.

સંસ્કાર ભારતીના પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુજી પરમારે નવા વરાયેલા અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીને ખેસ પહેરાવી અભિવાદન કરેલ અને પોતાના કાર્યકાળમાં થયેલા કાર્યોની માહિતી આપેલ. રાષ્ટ્રીય સ્વયં સેવકમાંથી આવેલ માર્ગદર્શક અને સંપર્ક અધિકારી શ્રી કૈલાસભાઈ ત્રિવેદીએ પ્રસંગોપાત ઉદબોધન આપી સહુને માર્ગદર્શન આપેલ. શ્રી જગદીશ જોશીએ આગામી સ્વતંત્રતા અમૃત મહોત્સવ ઉજવણીની રૂપરેખા રજુ કરેલ.

અંતમાં નવા વરાયેલા અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કલાના માધ્યમ દ્વારા આપણે સહુ સમાજને સાથે જોડીને  તેમજ આપણા અમૂલ્ય સાંકૃતિક વારસાનું જતન અને ઉજાગર કરવાના કાર્યો કરીશું તેવી ખાત્રી આપેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશા નિર્દેશનમાં રાજ્યના MSME ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશા નિર્દેશનમાં રાજ્યના MSME ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશા નિર્દેશનમાં રાજ્યના MSME ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે

સતત બીજા દિવસે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઓપીડી વિભાગમાં આગ! હોમગાર્ડ જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો…. જુઓ વિડીયો…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.