તા. ૯મી ઓકટોબરે વર્લ્ડ પોસ્ટ ડે ની ઉજવણી – આજે પણ ટપાલ લખવાવાળા પ્રેરણારૂપ લોકો છે…

Share with:


Views 🔥 web counter

તારીખ ૯મી ઓકટોબરે વર્લ્ડ પોસ્ટ ડે ની ઉજવણી આજે પણ એટલી જ મહત્વની અને ઐતિહાસિક બની રહે છે – જૂની પુરાણી યાદો આ દિવસ તાજી કરાવે છે

એક જમાનામાં ઘરે ટપાલ આવતી તો ગામડાના કે પરિવાર ના સભ્યો ટોળે વળી ટપાલ વાંચતા સાંભળતા અને આત્મીયતા અનુભવતા

મોબાઇલ લેપટોપ અને કમ્પ્યૂટરના જમાનામાં આધુનિકતા અને પ્રોફેશનાલિઝમ વધતા ટપાલની આત્મીયતા ખોવાઈ

અમદાવાદ
     એક જમાનો હતો કે જ્યારે ગામડામાં કે શહેરમાં ટપાલની બહુ આતુરતાપૂર્વક અને કાગડોળે રાહ જોવાતી હતી ટપાલ, પોસ્ટકાર્ડ કે કોઈ કાગળ ઘરે આવે ત્યારે પરિવાર અને પરિવારના સભ્યોમાં અનેરો ઉત્સાહ સમાતો ન હતો. એટલું જ નહીં ગામડામાં કે શહેરમાં પરિવારના સભ્યો ટોળે વળી ભારે ઉત્સાહ સાથે ટપાલ વાંચતાં, સંભળાવતા અને ટપાલ માં લખેલા શબ્દો ની મહત્તા સમજી પોતાના સ્વજન કે આત્મીયજનની આત્મીયતામાં ખોવાઈ જતા હતા. પરંતુ આજે મોબાઇલ લેપટોપ કોમ્પ્યુટર અને સોશિયલ મીડિયાના હાઈફાઈ યુગમાં ટપાલ, પોસ્ટકાર્ડ કે કાગળની આત્મીયતા જાણે વિસરાઈ ગઈ છે પરંતુ આજે પણ એવા કેટલાક ટપાલ પોસ્ટ કાર્ડ ના સંગ્રાહકો જીવંત છે કે જેમણે આપણી જૂની પરંપરા અને સુંદર પ્રથાને જીવંત અને જાગ્રત રાખવાનો પ્રયાસ જારી રાખ્યો છે. તા. ૯ મી ઓકટોબરે વર્લ્ડ પોસ્ટ ડે છે ત્યારે શહેરના  નવા વાડજ વિસ્તારમાં રહેતા અને ભદ્ર સેશન્સ કોર્ટમાં વકીલાત કરતા જાણીતા એડવોકેટ પ્રકાશચંદ્ર કે સોનીએ ટપાલ સંગ્રાહક તરીકે સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એડવોકેટ પી.કે.સોનીએ સને ૧૯૮૯ થી ટપાલ, પોસ્ટ કાર્ડ, જુદી જુદી ટિકિટો સામયિકો અને પાક્ષિકોનું અનોખું કલેક્શન કરી રાખ્યું છે કે જે આજના સમાજ માટે ખાસ કરીને યંગસ્ટર્સ માટે બહુ પ્રેરણારૂપ બાબત કહી શકાય. કદાચ આજના યંગસ્ટર્સ નવી જનરેશનને તો ટપાલ પોસ્ટ કાર્ડ કે કાગળ લખતાં પણ ફાવે નહીં અને જો લખે તો પણ તેમાં આત્મીયતાનો અભાવ તો ચોક્કસ જોવા મળે ત્યારે એડવોકેટ પી. કે. સોની ની ટપાલ સંગ્રાહક તરીકેની આ ભૂમિકા સમાજના અન્ય લોકો માટે પણ ઘણી પ્રેરણાદાયી બની રહી છે.

     તારીખ ૯મી ઓકટોબરે વર્લ્ડ પોસ્ટ ડે ના દિવસે એડવોકેટ પી. કે. સોની ખાસ કરીને યંગસ્ટર્સને ટપાલ અને પોસ્ટ કાર્ડ વિશે જાગૃત કરી તેઓને ટપાલ અને જુદા જુદા પ્રકારની ટિકિટોના લઈ આપણી જૂની પરંપરા, પ્રથા અને આત્મીયતા સમજાવતો એક જાગૃતિ કાર્યક્રમ યોજવાનું પણ આયોજન કરી રહ્યા છે. એડવોકેટ પી. કે.સોનીએ આ દિવસે તેમના અસીલો, આડોશ પાડોશના યંગસ્ટર્સ અને તેમના વિસ્તારના અન્ય જુવાન છોકરા – છોકરીઓને ટપાલ પોસ્ટ કાર્ડ વિતરણ કરી તેઓને ટપાલ તેમજ પોસ્ટકાર્ડના ઇતિહાસ વિશે સુંદર જાણકારી આપી આ ક્ષેત્રે તેમનામાં રસ જગાવવા નો અનોખો પ્રયાસ કરશે. એડવોકેટ પી.કે સોનીએ અત્યાર સુધીમાં જુદા જુદા પ્રકારની ૪૦૦૦ જેટલી દુર્લભ ટિકિટો તેમજ ૭૦૦ જેટલા પોસ્ટકાર્ડ, કાગળો ઉપરાંત પોસ્ટના યુ.પી.સી સર્ટિફિકેટનું પણ જોરદાર સંગ્રહ કલેક્શન કર્યું છે. તેમણે સાચવી રાખેલી પોસ્ટની ટીકિટોમાંવર્ષો જૂની ભારતીય કિસાન, કુદરતી સૌંદર્ય, ભારતીય પોશાક, બતક, બળદ, ઘોડા, જિરાફ, બિલાડી, મહેલ, આભૂષણો, ઉપરાંત તત્કાલિન ભારતીય નેતાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સી વી રામન સહિતના અનેક નેતાઓની તેમજ આ સિવાય અન્ય કંઇ કેટલીયે જુદી જુદી તસવીરો અને આપણા દેશની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી 30 વર્ષો જૂની બહુ જ દુર્લભ કહી શકાય તેવી અને આકર્ષક ટિકિટોનું કલેક્શન ખરેખર નોંધનીય બની રહ્યું છે. ટપાલ, ટિકિટોના અને યુપીસીના અલગ પ્રકારના આ અનોખા કલેક્શન વિશે એડવોકેટ પ્રકાશ કે. સોની જણાવે છે કે, તેમને વર્ષોથી ટપાલ કાગળ પોસ્ટકાર્ડ અને ટિકિટ નો સંગ્રહ કરવાનો અનોખો શોખ હતો. ખાસ કરીને તેમના અસીલોને મોબાઇલ કે સોશિયલ મીડિયાથી કેસના મુદ્દતની કે અન્ય કોઈ જાણકારી આપવાની હોય તો તે પ્લેટફોર્મનો ઉપયોગ કરવાને બદલે ટપાલ પોસ્ટકાર્ડ અને કાગળ લખીને તેની વિગત કે જાણકારી પૂરી પાડવાનું વધુ પસંદ કરે છે. હા કેટલાક અર્જન્ટ કિસ્સામાં કે જરૂર હોય તેવા કિસ્સામાં તેઓ મોબાઇલ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે પરંતુ તેમની પહેલી પસંદગી તો ટપાલ પોસ્ટ કાર્ડ અને કાગળ જ રહે છે. ટપાલ પોસ્ટકાર્ડ, ટિકિટોની સાથે-સાથે એડવોકેટ પ્રકાશ કે સોનીયે યુપીસી સર્ટીફીકેટ એટલે કે અંડર પોસ્ટિંગ સર્ટિફિકેટ પણ સંગ્રહ કરી રાખ્યા છે. એડવોકેટ પી.કે.સોની નું માનવું છે કે, ભલે આજે મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ સોશિયલ મીડિયા નો જમાનો હોય પરંતુ આજે પણ ટપાલ પોસ્ટ કાળ કાગળ ની મહત્વતા એટલી જ છે કારણકે ટપાલ અને પોસ્ટમાં એ કાગળમાં અંતરથી સુજેલા શબ્દો લખવાના હોય છે અને તેમાં અંતર અને મનનો સાચો પ્રેમ તેમજ હુંફ ભર્યા શબ્દો વર્ણવવાના હોય છે અને તેના કારણે જ એ ટપાલ કે પત્ર જાણે આત્મીય સ્વજનને  રૂબરુ મળ્યાનો એહસાસ કરાવી દે છે તેથી જ ટપાલ, કાગળમાં કે પોસ્ટકાર્ડમાં આત્મીયતા ભરેલી પ્રતિત થાય છે. તેમણે ઉમેર્યું કે તારીખ ૯મી ઓકટોબરે વર્લ્ડ પોસ્ટ ડે છે તેથી એ દિવસે સમાજના યંગસ્ટર્સ તેમજ આડોશપાડોશ ના નવ યુવાન છોકરા-છોકરીઓ તેમજ તેમના અસીલ વર્તુળના કેટલાક લોકોને તેઓ ટપાલ પોસ્ટ કાર્ડ અને ટપાલ ટિકિટ નું વિતરણ કરીને આ અંગે અનોખી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવાના છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સમાજના લોકોએ ખાસ કરીને યંગસ્ટર્સ અને નવી જનરેશનને ટપાલ ટિકિટ આપણી જૂની પરંપરા અને પ્રથાને જીવંત રાખવા તેમજ આવનારી ભાવિ પેઢીઓને આ કારણે જ આ અંગે જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર પણ આ પ્રથાને જીવંત રાખવા સતત પ્રયાસો કરતા રહેવું જોઈએ. તો એ સાચા અર્થમાં સામાજિક યોગદાન ગણાશે.

૧૯૬૯થી વર્લ્ડ પોસ્ટ ડે ની ઉજવણી જાહેર થઈ હતી
      સને ૧૮૭૪માં સ્વીટ કેપિટલ વન માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના થઇ હતી. આ અગાઉ સને ૧૯૬૯માં જાપાનમાં ટોપીઓ ખાતે યોજાયેલી યુ પી યુ કોંગ્રેસ દ્વારા વર્લ્ડ પોસ્ટ ડે જાહેર કરાયો હતો અને ત્યારબાદ દર વર્ષે તારીખ ૯મી ઓકટોબરે તેની અનોખી ઉજવણી શરૂ કરાઇ હતી આ વર્ષે પણ તારીખ ૯મી ઓકટોબરે માત્ર અમદાવાદ અને ગુજરાત જ નહીં પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વમાં વર્લ્ડ પોસ્ટ ડે ની ઉજવણી કરવામાં આવશે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed