જાણીતા અભિનેતા અર્જુન કપૂર પાર્લે એગ્રો બી ફિઝ માટે નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

0
જાણીતા અભિનેતા અર્જુન કપૂર પાર્લે એગ્રો બી ફિઝ માટે નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
Views: 123
0 0
Spread the love

Read Time:6 Minute, 5 Second
Views 🔥 જાણીતા અભિનેતા અર્જુન કપૂર પાર્લે એગ્રો બી ફિઝ માટે નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

પાર્લે એગ્રો બી ફિઝ માટે નવા બ્રાન્ડ એમ્બેસેડર અર્જુન કપૂર સાથે બોલ્ડનેસનો નવો દાખલો બેસાડે છે

હું બી ફિઝ જેવા અજોડ, બોલ્ડ અને ક્રાંતિકારી ડ્રિંકનું પ્રતિનિધિત્વ કરવા માટે બેહદ રોમાંચિત છું. બ્રાન્ડની વિચારધારા અને તમારું વ્યક્તિત્વ ઉત્તમ રીતે સુમેળ સાધે એવું ઘણી વાર બનતું હોય છે અને બી ફિઝ સાથે મારું જોડાણ તેવું જ છે – અર્જુન કપૂર

અમદાવાદ,
પાર્લે એગ્રોના મંત્રમુગ્ધ કરનારા માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક બી ફિઝનું સૂત્ર બી બોલ્ડ, બી બ્રેવ છે. ભારતની બેવરેજ શ્રેણીમાં આગેવાન કંપનીએ બી ફિઝ માટે ફરી એક વાર ધારદાર નવી એડ કેમ્પેઈન રજૂ કરી છે અને બ્રાન્ડ માટે નવો ચહેરો અર્જુન કપૂરને ઉતાર્યો છે. નવી એમ્બેસેડર- ડ્રિંક જોડી રજૂ કરતાં પાર્લે એગ્રોએ બી ફિઝ સાથે નીડરતા અને બોલ્ડનેસને જાગૃત કરી છે.

કોરોના મહામારી વચ્ચે ગયા વર્ષે પ્રચલિત ફ્રૂટ ડ્રિંક શ્રેણીમાં રજૂ કરવામાં આવેલો પાર્લ એગ્રોનો આ રોમાંચક ઉમેરો બી ફિઝને અસાધારણ સફળતા મળી હતી. દ્વિતીય ડેટા રિસર્ચ અનુસાર એક વર્ષમાં બી ફિઝે એકલાએ તેની આજ સુધી વધતી માગણીસાથે લગભગ ૧૦ ગણાથી માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક શ્રેણીની વૃદ્ધિ પ્રેરિત કરી છે. તેના અજોડ સ્વાદ અને ૧૬૦ મિલિ એસકેયુ માટે રૂ. ૧૦ની કિંમતે શ્રેણીમાં નવીનતા હાંસલ કરતાં પાર્લે એગ્રોએ વર્ષમાં અડધો અબજ જેટલાં યુનિટ્સ વેચવા સાથે ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક બ્રાન્ડ પણ બની છે.
“છેલ્લા એક વર્ષમાં બી ફિઝની અદભુત વૃદ્ધિ થઈ છે, જેણે આ પ્રચલિત ફ્રૂટ ડ્રિંક શ્રેણીમાં અમારા વેચાણનો ગુણાંક અને વિસ્તાર કરવા સાથે ભારતમાં લગભગ અસ્તિત્વમાં નહોતી તેવી માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક શ્રેણી અનેકગણી વૃદ્ધિ પામી રહી છે. મહામારી વચ્ચે પોર્ટફોલિયોનું સફળ વિસ્તરણ અમારી કટિબદ્ધતા અને મહત્વકાંક્ષાનો ઉત્તમ દાખલો છે. ભવિષ્ય પર નજર ફેરવતાં અમે બી ફિઝ સાથે માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક શ્રેણીને ઓર વધારવા સાથે એપ્પી ફિઝ અને બી ફિઝને એકત્રિત રીતે ૨૦૩૦ સુધી ૧૦,૦૦૦ કરોડની શ્રેણી સુધી સ્પાર્કલિંગ ફ્રૂટ ડ્રિંકની શ્રેણીને લઈ જવા માગીએ છીએ,” એમ પાર્લે એગ્રોનાં જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર નાદિયા ચૌહાણે જણાવ્યું હતું.

બી ફિઝ બોલ્ડ અને નવા અનુભવો અને પડકારો શોધનારા માટે ડાયનેમિક ડ્રિંક તરીકે લાક્ષણિક છે. નિઃશંકા સાથે રીતે રેડ અને વ્હાઈટ પેકેજિંગ સાથે તેનો અજોડ સ્વાદ સર્વ વયજૂથના ગ્રાહકોને સ્પર્શે છે અને દિવસના કોઈ પણ સમયે તે પી શકાય છે. દિવાળી, નવું વર્ષ હોય કે હાઉસ પાર્ટી હોય, બી ફિઝ પાર્ટી- સ્ટાર્ટર છે, જે તમને નીડરતાનો અહેસાસ કરાવવા સાથે તમને હંમેશાં યાદ રાખવા માગો છો તે યાદોને પણ ઝાંખી પડવા નહીં દે. આ માલ્ટ ફ્લેવર્ડ ફ્રૂટ ડ્રિંક અજોડ સ્વાદ અને ફિઝ ઓફર કરે છે, જે નોન- આલ્કોહોલિક બેવરેજીસને અગ્રતા આપતા ગ્રાહકો માટે ઉત્તમ છે.

એમ્બેસેડર તરીકે અર્જુન કપૂરની નિયુક્તિ પર બોલતાં શ્રીમતી ચૌહાણે જણાવ્યું હતું કે, “અર્જુન કપૂર બી ફિઝની બોલ્ડ, અજોડ લાક્ષણિકતાઓ આલેખિત કરવા માટે ઉત્તમ પસંદગી છે અને અમને બ્રાન્ડ માટે એમ્બેસેડર તરીકે તેમને અમારી સાથે જોડવાની ખુશી છે. અર્જુનના વ્યક્તિત્વની જેમ બી ફિઝ મજબૂત અજોડ ગુણ ધરાવે છે, જે અન્યો સાથે તુલના નહીં કરી શકાય. આ તાજગીપૂર્ણ જોડી બ્રાન્ડ માટે પહોંચ વધારશે અને દષ્ટિગોચરતા પણ વધારશે અને બી ફિઝને ભારતભરના બેવરેજ ગ્રાહકો માટે આસાન પસંદગી પણ આપશે.”
પાર્લે એગ્રો સાથે આ સહયોગ વિશે બોલતાં અભિનેતા અર્જુન કપૂર કહે છે, “હું બી ફિઝ જેવા અજોડ, બોલ્ડ અને ક્રાંતિકારી ડ્રિંકનું પ્રતિનિધિત્વ કરવા માટે બેહદ રોમાંચિત છું. બ્રાન્ડની વિચારધારા અને તમારું વ્યક્તિત્વ ઉત્તમ રીતે સુમેળ સાધે એવું ઘણી વાર બનતું હોય છે અને બી ફિઝ સાથે મારું જોડાણ તેવું જ છે. એડ માટે શૂટિંગ ખાસ કરીને બ્રાન્ડનો એડવર્ટાઈઝિંગ પ્રત્યે અભિગમ અજોડ હોવાથી ઉત્તમ અનુભવ રહ્યો છે. હું બ્રાન્ડ માટે પાર્લે એગ્રોના વિઝનનો હિસ્સો બનવા ભારે રોમાંચિત છું અને તેમની વૃદ્ધિના પ્રવાસનો હિસ્સો બનવા માટે ઉત્સુક છું.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *