Read Time:1 Minute, 16 Second
અમદાવાદ: કોરોના પ્રોટોકોલના કારણે ગુજરાતની ઓળખ સમાન ગરબા ફિકા થયા છે. જાહેર ગરબા કે પાર્ટી પ્લોટ ગરબાનું ક્યાંય આયોજન નથી ત્યારે અમદાવાદની એક મહિલા ગ્રૂપ દ્વારા આ નવરાત્રિને યાદગાર બનાવવા માટે અનોખા ગરબા રમી રહ્યા છે.
ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવેલ સ્વિમિંગ પુલ ખાતે એક મહિલા ગ્રૂપ દ્વારા રમવામાં આવી રહ્યા છે. કોમલ શાહ, ગરિમા ઠક્કર, કોકિલા પટેલ, સુનૈના ચૌબે અને સિદ્ધિ દ્વારા કરવામાં આવ્યો આ અનોખા તરતા ગરબાનો પ્લાન. સ્વિમિંગ પુલના પાણીમાં મહિલાઓનું ગ્રૂપ સ્વિમિંગની સાથે તાળીના તાલે ગરબાનો આનંદ લઈ રહ્યા છે.
શા માટે વિશેષ છે આ ગરબા
સામાન્ય રીતે ધરી ઉપર ગરબા રમવા કરતા પાણીમાં ગરબા રમવા માટે ખુબજ સ્ટેમીનાની જરૂર પડે છે ત્યારે આ મહિલા ગ્રૂપ જાણે કહી રહ્યા છે કે આજની મહિલા કોઈનાથી કમ નથી.