સત્ય પરેશાન થાય પણ ક્યારેય સત્યનો પરાજય થતો નથી. ૧૨ વર્ષની લાંબી લડાઈ બાદ ઐતિહાસિક જીત

Share with:


Views 🔥 web counter

ચોથા વર્ગના કર્મચારી અશોક વાઘેલા પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડીને જીત્યા

અમદાવાદ: નામદાર ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ કોર્ટ નો ઐતિહાસિક ચૂકાદો.
સામાન્ય માણસ ચોથા વર્ગના કર્મચારી પોતે પાર્ટી ઈન પર્સંન તરીકે કેસ લડીને જીત્યા.
સતત બાર વર્ષ નો સંઘર્ષ, ટ્રિબ્યુનલ કોર્ટ, ગુજરાત હાઈ કોર્ટ સિંગલ બેન્ચ, ગુજરાત હાઈ કોર્ટ ડબલ બેન્ચ, અને ફરીથી ટ્રિબ્યુનલ કોર્ટ માં સતત લડાઈ લડ્યાં અને જીત્યાં.

અરજદાર પોતે જાતે સતત અભ્યાસ કરીને રાત રાત જાગીને મેટર ડ્રાફ્ટિંગ કરી, મેટર ટાઇપ કરીને, પેજ નંબર આપીને ટ્રિબ્યુનલ કોર્ટ માં મેટર સબમિટ કરી અને જાતે હિયરિંગ કરી ને મેટર દાખલ કરાવી અને સતત છેલ્લાં બે વર્ષથી પોતે જાતે મેટર લડીને કેસ જીત્યા. સામાં પક્ષે ગુજરાત હાઈ કોર્ટ ના મોટા વકિલો સામે કેસ લડીને તેવોને પરાસ્ત કર્યા.

સામા પક્ષે H K B B A કોલેજ આશ્રમ રોડ અમદાવાદ, બ્રહ્મચારીવાડી ટ્રસ્ટ, રજિસ્ટ્રાર શ્રી ગુજરાત યુનિવર્સિટી, સ્ટેટ ઓફ ગુજરાત, કમિશનર શ્રી હાયર એજ્યુકેશન આ તમામને પાર્ટી બનાવેલ.  મામલો સાલ 2009 માં H K BBA કોલેજ ના વિદ્યાર્થી અને કર્મચારી દિનેશ પટેલે કોલેજ પ્રશાસન, અને ટ્રસ્ટ ના જવાબદાર ટ્રસ્ટીઓ ના ત્રાસ ના કારણે રેલ ના પાટા ઉપર માથું રાખીને આપઘાત કરી લીધો હતો. અને પોતાના મિત્ર અને સહ કર્મચારી અશોક વાઘેલા ને ફોન ઉપર મેસેજ કરીને પોતે જવાબદાર ટ્રસ્ટીઓના ત્રાસ ના કારણે આપઘાત કરે છે. સાથી મિત્ર કર્મચારી અશોક વાઘેલા ને ન્યાય અપાવવા માટે વિનંતિ કરી હતી. કોલેજ અને ટ્રસ્ટ માં ચાલતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, ઉચાપત, ગેરરીતિ નો દિનેશ પટેલ પર્દાફાશ કરવાના હતા. પરંતું તેઓને એટલા બધા હેરાન પરેશાન કરવામાં આવ્યા કે તેઓએ કંટાળીને આપધાત કરવો પડ્યો હતો. તે  કેસ મા અરજદાર દ્વારા ન્યાય ના હિતમાં સત્ય બોલતા  પોલિસ, મીડિયા સમક્ષ સત્ય ને ઉજાગર કરતા અને સત્ય બોલતા તે અરજદાર ને કોલેજ સત્તા મંડળ, અને ટ્રસ્ટ દ્વારા સતત હેરેસમેંન્ટ કરાતા અને તે પણ દીનેશ પટેલ ની જેમ આપધાત કરી લે તેવી પરિસ્થિતિ નુ નિર્માણ કરવામાં આવ્યું હતુ. અને છેલ્લે નોકરીમાંથી ગેરકાયદે સસ્પેન્ડ, અને ડીસમિસ કરાતા નોકરી ગુમાવવી પડી, નાની નાની ત્રણ દીકરીઓની જવાબદારી અને પરીવાર ના ભરણ પોષણ ની જવાબદારી આવી પડતાં પરીવાર ઉપર આભ તુટી પડ્યું તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થયું તેમ છતાં પણ હિંમત હાર્યા વગર ન્યાય ના હિતમાં અરજદાર દ્વારા સતત બાર વર્ષ સુધી એકલા હાથે લડાઈ લડી. ધરણાં, આંદોલન, અને સતત બાર વર્ષ કાનૂની લડાઈ લડ્યાં અને છેલ્લે એકલા હાથે કેસ જીત્યા છે. સામાન્ય માણસ ની અસામાન્ય લડાઈ. સત્ય મેવ જયતે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed