સરદાર વલ્લભભાઈ તથા ગાંધી બાપુ જેવા અનેક વિરપુરુષો આપણા દેશને આઝાદી અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી છે
વડાપ્રધાનશ્રી દ્વારા આજના છેવાડાનાં માનવી સુધી યોજનાકીય લાભો પહોંચે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ
શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ નવેમ્બરથી ૧૯ નવેમ્બર સુધી ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચનું એક ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમનું કરાયું આયોજન
ક્રિષ્ના પટેલ મોડાસા,
અરવલ્લી જિલ્લામાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા યોજનાકીય જાણકારી અને વિશેષ પ્રચાર-પ્રસાર માટે તા.૧૫ નવેમ્બર થી ૧૯ નવેમ્બર સુધી પ્રદર્શન યોજાનાર છે જેનો શુભારંભ કરાયો.
જે અંતર્ગત લોકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી શામળાજી ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચનું એક ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કરી રહી છે.
લોકોમાં જાગૃતિ લાવવા તેમજ લાભો પહોંચાડવા માટે સ્ટોલ લગાડવામાં આવ્યા છે. તેમજ કોરોના રસીકરણ માટે પણ કેમ્પનું આયોજન કરાયું છે. દરેકે રસી લેવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં માટી ફાઉન્ડેશન દ્વારા નાટકનું આયોજન કરીને બેટી બચાઓ, બેટી પઢાઓની એક જાગૃતિ આવે એ સંદર્ભે લોકોને સમજાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શામળાજી મંદિરના વાઈસ ચેરમન રણવીરસિંહ ડાભી, જીલ્લા આર્યુવેદ અધિકારીશ્રી જગદીશ કટારા, રીજનલ આઉટરીચ બ્યુરો અમદાવાદના ફીલ્ડ એક્સીબીશન ઓફીસરશ્રી સુમન મછાર, પાલનપુર અધિકારીશ્રી જે.ડી.ચૌધરી, જીલ્લા પશુપાલન અધીકારીશ્રી જીતુભાઈ ભુતડીયા, ભિલોડા તાલુકા વિકાસ અધિકારીશ્રી નવીન પરમાર, સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીશ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી, ઉપસ્થિત રહ્યા હતા.