ક્રિષ્ના પટેલ મોડાસા
અરવલ્લી જીલ્લાના મોડાસામાં રહેતી નવ વર્ષની વિશ્વા હિતેન્દ્રસિંહ કુંપાવતએ કેન્સર પીડિત દર્દીઓને પોતાના વાળ દાનમાં આપ્યા છે. વિશ્વાએ કહયુ કે, હુ બિજાને કઈ રીતે મદદ થઈ શકું એ વિચારે મે પોતાના વાળ કેન્સર પીડિત વ્યકિતને દાન કર્યા.
વિશ્વાએ પોતાના સુંદર વાળ કેન્સર પીડિત દર્દીને દાન કર્યા છે. વિશ્વાએ પોતાના વાળનું દાન કરીને સામાજિક ક્ષેત્રે પોતાનું આગવું યોગદાન આપવાનો પ્રયાસ કર્યો છે. મુંબઈમાં સામાજિક ક્ષેત્રે કામ કરતી કોપ વિથ કેન્સર – મદત ટ્રસ્ટના નેજા હેઠળ આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યુ છે અને તેઓ ધ્વારા જે આ વાળનું દાન કરવામાં આવ્યુ છે તે ટાટા મેમોરીયલ હોસ્પીટલ મુંબઈ ખાતે સારવાર લઈ રહેલા કેન્સર પીડિત દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
વિશ્વાએ નાની ઉમરે હુ બીજાને કઈ રીતે મદદરૂપ થવુ તેવુ વિચારી અને પોતાના સૌથી સુંદર વાળ કેન્સર પીડિત વ્યકિતને દાન કરીને, તે વ્યકિત પણ પોતાના સુદર વાળ સાથે સામાન્ય જીવન જીવી શકે એ ઉમદા ધ્યેય સાથે, વિશ્વાએ પોતાના વાળનું દાન કરી સામાજિક ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપવાનો પ્રયાસ કરી રહી છે.