બાયડના હઠીપુરા-ખારી ગામેથી શંકાસ્પદ હાલતમાં મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો

Share with:


Views 🔥 web counter

ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં  ઉમટી પડ્યા

ક્રિષ્ના પટેલ મોડાસા,
        
    અરવલ્લીના બાયડ તાલુકાના હઠીપુરા-ખારી ગામેથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો.શંકાસ્પદ હાલતમાં મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ સાઠંબા પોલીસને જાણ કરી હતી.બે લોકોના મૃતદેહ મળી આવતા અને અટકળો વહેતી થઈ છે.
    બાયડ તાલુકામાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે.મંગળવારના રોજ હઠીપુરા-ખારી ગામેથી એક મહિલા અને બાળકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.ઝાડીઓમાં બાળક અને મહિલાના પડેલા મૃતદેહને લઈને સ્થાનિક લોકોએ સાઠંબા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.બે લોકોના મૃતદેહ મળવાંની ઘટનાના કારણે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતાં.પોલીસે બંને મૃતકોની ઓળખ માટે પૂછપરછ હાથ ધરી છે.સાથે જ હત્યા કરાઈ છે કે શું કારણો છે તે અંગે ઝીણવપૂર્વક તપાસ હાથ છે.પોલીસ દ્વારા મૃતદેહો ને પીએમ માટે ખસેડવા કાર્યવાહી હાથ ધરી છે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed