Read Time:59 Second
નવી દિલ્હી: પૂર્વ ક્રિકેટર અને હાલ ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ISIS દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે ISIS ના કાશ્મીર મોડ્યુલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. ગૌતમ ગંભીરના ઇમેલ પર મંગળવારના રોજ રાત્રે 9:30 વાગે એક મેલ આવ્યો જેમાં ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
ઈમેલ પર ધમકી મળ્યા બાદ ગૌતમ ગંભીર દ્વારા દિલ્હી પોલીસને ફરિયાદ કરી જેથી દિલ્હી પોલીસના સાયબર યુનિટ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે. અને ગૌતમ ગંભીર અને તેમના પરિવારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો.