દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમ સિંહે વડોદરાના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

0
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમ સિંહે વડોદરાના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
Views: 87
0 0
Spread the love

Read Time:1 Minute, 18 Second
Views 🔥 દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમ સિંહે વડોદરાના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી






અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમ સિંહે 23 નવેમ્બર 2021 થી 24 નવેમ્બર 2021 દરમિયાન વડોદરાના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. વડોદરા એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર પી.વી.એસ. નારાયણ તેમના સ્વાગતમાં આવ્યા હતા.

એર માર્શલના આગમન સમયે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે એરફોર્સ બેઝના પરિચાલન ઇન્સ્ટોલેશન્સની મુલાકાત લીધી હતી અને પરિચાલનની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે જરૂરિયાતપૂર્ણ પરિચાલન સ્થિતિઓમાં ‘માનવીય સહાય અને રાહત’ પ્રદાન કરવામાં સ્ટેશન દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. એરમાર્શલે બેઝના તમામ કર્મીઓને પરિચાલનના તમામ પાસાઓમાં વ્યાવસાયિકતાની સાથે સાથે અમૂલ્ય એરોસ્પેસ સલામતી રેકોર્ડ જાળવી રાખવા માટે અનુરોધ કર્યો હતો.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed