મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ જે. વાઘેલાનુ કોંગ્રેસમાંથી રાજીનામુ.
બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દિધુ છે. પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિની રાજીનામું મોકલ્યું છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દિધુ છે. પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિની રાજીનામું મોકલ્યું છે. 2017ની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાની ટીકીટ કાપી અને જીગ્નેશ મેવાણીને સ્થાન અપાયું હતું. જેના લીધે મણીલાલ વાઘેલા કોંગ્રેસથી નારાજ હતા. નારાજગી બતાવી તેઓએ રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે.
કોંગ્રેસમાંથી એક પછી એક જૂના કાર્યકરો છેડો ફાડી રહ્યા છે. આજે વડગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે. મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપેલી છે. તેમજ 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા.