GTUના સત્તાધીશો કોરોના જેવી મહામારીમાં પણ ૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી ૩૮.૮૯ લાખ કરોડ જેટલી માતબર રકમ ઉઘરાવી બેફામ લૂંટ ચલાવી.
અમદાવાદ: ગુજરાતની મોટામાં મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (GTU) દ્વારા ૪ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ પાસે થી પરીક્ષા ફીના નામે ઉઘરાણી કરી છે માહિતી અધિકાર કાયદા હેઠળ મળેલ માહિતીમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીના સત્તાધીશો મનમાની મુજબ કોરોના જેવી મહામારીમાં પણ કરોડો રૂપિયાની લુંટ ચલાવી છે. જે માહિતી અધિકાર કાનુન(RTI)ના માધ્યમ થી યુનીવર્સીટીના સત્તાધીશો દ્વારા આપવામાં આવેલ માહિતીમાં ખુલી પડી છે.
ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી સંલગ્ન ૫૦૦ થી વધારે કોલેજો સંકળાયેલી છે. જેમાં ૪ લાખ થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઓનલાઈન પરીક્ષામાં પણ કોઈ પણ જાતનો વપરાશ થયો નથી. યુનીવર્સીટી સંલગ્ન કોલેજોને વધારાનો કોઈ ખર્ચ થયો નથી. પરીક્ષાનો પણ ખર્ચ નહીવત છે ત્યારે કોરોના મહામારીના સમયમાં કરોડો રૂપિયા પરીક્ષા ફી પેટે વસુલાત કેટલા અંશે વ્યાજબી ? રાજ્ય સરકારે અને જીટીયુના સત્તાધીશોની વિદ્યાર્થી વિરોધી માનસિકતાનું આ ઉત્તમ ઉદાહરણ છે.