૭૦ જેટલા ખેલાડી ભાઈ-બહેનો ભાગ લઈ પોતાનું કૌવત બતાવશે
મહેસાણા: ટોકિયો ઓલમ્પિકમાં ભારત ને ફેન્સિંગની રમત ભવાની દેવીએ મેડલ અપાવ્યો ત્યારથી ફેન્સિંગ રમત સાથે જોડાયેલા fencer તલવારબાજોમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે. ત્યારે એમેચ્યોર ફેન્સિંગ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહેસાણાના કડી ખાતે “સબજુનિયર સ્ટેટ ફેન્સીંગ ચેમ્પીયનશીપનું કડી, મહેસાણા ખાતે આયોજન” કરવામાં આવ્યું છે.
એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના ઉપક્રમે ફેન્સીંગ એસોસીએશન મહેસાણા, ડાહ્યાભાઈ પી. પટેલ સ્પોર્ટસ એકેડમી અને ગુજરાત સ્પોર્ટસ એકેડમીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮/૧૧/૨૦૨૧ના રોજ પી.એમ.જી. આદર્શ હાઈસ્કુલ, કડી, મહેસાણા ખાતે આયોજન કરવામાં આવેલ છે.
સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ અને મહેસાણાની ડાભલા સીટના જિલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી, કડી નગરપાલીકાની કંસ્ટ્રક્સન સમિતિના ચેરમેન અને પી.એમ.જી. આદર્શ હાઈસ્કુલના ટ્રસ્ટી હિમાંસુભાઈ ખમાર, એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ રાવળ અને મંત્રી ભરતજી ઠાકોર, ફેન્સીંગ એસોસીએશન મહેસાણાના મંત્રી અને એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના ખજાનચી રીજ્ઞેશકુમાર ચૌધરી, ડિસ્ટ્રીક્ટ કોચ ફેન્સીંગ અનિલ કુમાર ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કરશે. સ્પર્ધામાં જુદા જુદા જિલ્લાના કુલ ૭૦ જેટલા ખેલાડી ભાઈ-બહેનો ભાગ લઈ પોતાનું કૌવત બતાવશે. આ સ્પર્ધામાંથી આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ગુજરાત રાજ્યની સબ જુનિયર ફેન્સીંગ ટીમની પસંદગી કરવામાં આવશે. સ્પર્ધાના ઉદઘાટન કાર્યક્રમ દરમ્યાન ખેલો ઈન્ડીયા ઈન્ટરમીડીએટ સેન્ટર અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડીયા અને ફેન્સીંગ એસોસીએશન ઓફ ઈન્ડીયાના ઉપક્રમે એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટ અને ફેન્સીંગ એસોસીએશન મહેસાણાના સહયોગ તથા સંસ્થાના મંત્રી બંસીભાઈ ખમારના પ્રયત્નો થકી કડી સ્થિત ડાહ્યાભાઈ પી. પટેલ સ્પોર્ટસ એકેડમીને મળેલ ફેન્સીંગ રમતની રૂ. ૩,૩૦,૦૦૦ હજારની પિસ્ત પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કુલ, ડાહ્યાભાઈ પી. પટેલ સ્પોર્ટસ એકેડમી અને કડી શહેર તથા મહેસાણા જિલ્લાના ફેન્સીંગ ખેલાડીઓને ઉપયોગ માટે શ્રીહિમાંસુભાઈ ખમાર ના હસ્તે સમર્પિત કરવામાં આવશે.