બાયડના નાનીખારી ગામેથી મળી આવેલા માતા પુત્રના મૃતદેહ કેસ ઉકેલાયો! પોલીસે રાજકોટથી બે હત્યારાને ઝડપી પાડ્યા જાણો વિગતો ચૌકી જશો

0
બાયડના નાનીખારી ગામેથી મળી આવેલા માતા પુત્રના મૃતદેહ કેસ ઉકેલાયો! પોલીસે રાજકોટથી બે હત્યારાને ઝડપી પાડ્યા જાણો વિગતો ચૌકી જશો
Views: 90
0 0
Spread the love

Read Time:5 Minute, 51 Second
Views 🔥 બાયડના નાનીખારી ગામેથી મળી આવેલા માતા પુત્રના મૃતદેહ કેસ ઉકેલાયો! પોલીસે રાજકોટથી બે હત્યારાને ઝડપી પાડ્યા જાણો વિગતો ચૌકી જશો

બાયડના સાઠંબાના નાની ખારી ગામની સીમમાંથી મળેલા માતાપુત્રના મૃતદેહનો ભેદ ઉકેલ્યો

પ્રેમ સબંધમાં પ્રેમીએ મિત્રની મદદગારીથી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

આરોપીઓ એ ટીવી સિરિયલથી પ્રેરાઈને હત્યાને આપ્યો અંજામ

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.3.20 લાખ રોકડ સાથે હત્યામાં વપરાયેલા મુદ્દામાલ કબ્જે લીધો


ક્રિષ્ના પટેલ મોડાસા
         અરવલ્લી જિલ્લાના બાયડના હઠીપુરા પાસેના નાની ખારી પાસેથી એક મહિલા અને કિશોરના વિકૃત હાલતમાં મૃતદેહો મળી આવવાના કેસનો જિલ્લા એલ.સી.બી. એ ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે..પતિ, પત્ની ઓર વો ના ચક્કરમાં પ્રેમી એ તેના મિત્ર સાથે મળી ટીવી સીરીયલ માંથી મોડેસ ઓપરેન્ડી શીખી હત્યા અને ત્યારબાદ લૂંટ કરનાર બે આરોપીઓ ની પોલીસે ધરપકડ કરી છે..

                 ગત 23 નવેમ્બર ના રોજ બાયડના હઠીપુરા પાસેના ખારી ગામ નજીક તળાવની પાળ પાસે જાળી ઝાંખરા માંથી એક મહિલા અને કિશોરની વિકૃત અને બિનવારસી હાલતમાં લાશો મળી આવી હતી,,પોલીસે ઘટનાની ગંભીરતા જોતાં હત્યા અને લૂંટનો ગુનો નોંધી મૃતકોની ઓળખ માટે પ્રયત્નો હાથ ધરતા મૃતકો વ્યારા જિલ્લાના ખેરવાણ ગામની 51 વર્ષીય જમના ગામીત અને તેનો 12 વર્ષીય પુત્ર આલોક ગામીત હોવાનું બહાર આવ્યું હતું..સાથે જ આ ડબલ મર્ડર પ્રેમ સંબંધ માં થઈ હોવાનું અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પોલીસની તપાસ માં સામે આવી છે..
            

                સમગ્ર ઘટનાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પોલીસ અધીક્ષકશ્રી માર્ગદર્શન મુજબ હેઠળ  સી પી વાઘેલા પોલીસ ઇસ્પેક્ટર એલસીબી તથા એલસીબીની  ટીમે સમગ્ર ઘટનામાં ગણતરીના કલાકોમાં કામ કરી સફળતા મેળવી છે.સમગ્ર ડબલ મર્ડર કેસની વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ના ખેરગામ ગામની જમના ગામીત જૂનાગઢ ના એક ગામ માં રહેતા હતા તે સમયે મેવાસા ગામના સુરેશ મેર સાથે પ્રેમ સંબંધ  હતો..પાંચ વર્ષ થી પ્રેમ સંબંધ ધરાવનાર જમના ગામીત તેના પુત્ર સાથે ત્રણ લાખ રૂપિયા લઈ ને તેના પ્રેમી સુરેશ સાથે રહેવા માટે જવા ઘરેથી નીકળી ગઈ હતી,, આ દરમિયાન પ્રેમી સુરેશે પણ પ્રેમીકા જમનાથી કંટાળીને છેલ્લા દોઢ મહિનાથી કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું,,ત્યારે પ્રેમી સુરેશ જૂનાગઢ થી નીકળી તેના મિત્ર ગાન્ડુંભાઈ જાદવ ને રાજકોટ થી લઈ સુરત ગયો હતો,, ત્યાંથી પ્રેમી સુરેશ, તેનો મિત્ર અને પ્રેમી જમના સહિત તેનો પુત્ર આલોક સુરત થી ડાકોર તેના સંબંધી ના ઘરે ગયા હતા પરંતુ પ્રેમી સુરેશે નક્કી કર્યા મુજબ પ્રેમિકા નો હત્યા કરવાનો પ્લાન સફળ ન થતાં તે બાયડના હઠીપુરા ગામની સીમમાં આવેલ તળાવની પાળે લઈ આવ્યો હતો,,જ્યાં પ્રેમી સુરેશે પોતાના પ્લાન મુજબ સાથે લાવેલ દોરડા વડે માતા પુત્ર ને ગળે ટૂંપો આપી મોત ને ઘાટ ઉતારી દઈ તેની પાસે લાવેલ ત્રણ લાખ રૂપિયા અને સોના ચાંદી ના દાગીના અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા.. એલ.સી.બી. પોલીસને મળેલી હકીકત અને ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે બંને ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા.

                 પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે આરોપી એ સમગ્ર હત્યા ની મોડેસ ઓપરેન્ડી ટીવી સીરીયલમાંથી કોઈ ને કેવી રીતે મરાય તેનો અભ્યાસ કર્યા બાદ સમગ્ર ડબલ મર્ડર ની ઘટના ને અંજામ આપ્યો હતો,, ત્યારે પતિ, પત્ની ઓર વો ના ચક્કર માં પ્રેમી એ જ તેના મિત્ર સાથે મળી પ્રેમિકા અને તેના પુત્ર ની હત્યા કરી લાશ ને ઝાળી ઝાંખરામાં નાખી દઈ તેની પાસે રહેલા 3 લાખ રોકડા અને સોનાચાંદી ના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ જવાના ગુનામાં એલ.સી.બી. પોલીસે પ્રેમી સુરેશ અને તેના મિત્ર ગાન્ડુંભાઈ જાદવ ની ધરપકડ કરી લૂંટ કરવામાં આવેલ રોકડ અને દાગીના જપ્ત કરી બંને આરોપીઓ ને સાઠંબા પોલીસ ને સોંપી વધુ કાર્યવાહી હાથધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *