નડિયાદ:
સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નડીયાદ ખાતે સિનિયર સ્ટેટ ફેન્સીગ ચેમ્પિયનશીપનુ આયોજન ૫ ડિસેમ્બર ના રોજ કલવામા આવેલ. સ્પર્ધા દરમ્યાન એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટ ના મંત્રી ભરતજી ઠાકોર, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ મનસુખભાઇ તવેથિયા, ઇન્ટરનેશનલ પેરા એથ્લેટ અને એથ્લેટીક્સ કોચ જગદીશ ઠાકોર, એસોસીએશનના ખજાનચી રીગ્નેશભાઇ ચૌધરી, કારોબારી સભ્ય હેતલકુમાર મહિડા, સીઓઇ પ્રોજેક્ટ મેનેજર મિલન ચાવડા, ખેલો ઇન્ડીયા ફેન્સીગ કોચ નાગાસુબ્રમણ્યમ, ભવાની પ્રસાદ, હરીપ્યારી દેવી, શિલ્પા નેને એ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા.
સ્પર્ધામા ખેલાડી ભાઇ-બહેનોએ ભાગ લઇ કૌવત દાખવ્યુ હતુ. ફોઇલ ભાઇઓમા અજયસિહ ચુડાસમા એ ગોલ્ડ, સચીન પટણીએ સિલ્વર, અમરસિહ ઠાકોર અને મનદીપસિહ ગોહીલે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ઇપી ભાઇઓમા હર્ષવર્ધનસિહ ગોલ્ડ, કરણ ભાટ સિલ્વર, સિધ્ધરાજસિહ અને યગ્નેશ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે સેબર ભાઇઓમા અર્જુનસિહ ઝાલા એ ગોલ્ડ, ચંદન પટણીએ સિલ્વર, શનિરાજસિહ અને ધર્મરાજસિહે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
બહેનોના વિભાગમા ફોઇલ બહેનોમા ખુશી સમેજાએ ગોલ્ડ, નિશા ચૌધરીએ સિલ્વર, દિવ્યા ઝાલા અને શિતલ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઇપી બહેનોમા રીતુ ચૌધરી ગોલ્ડ, મિતવા ચૌધરી સિલ્વર, પાર્વતી ઠાકોર અને સૃષ્ટી ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેબર બહેનોમા રીતુ પ્રજાપતીએ ગોલ્ડ, પ્રિયંકા સોલંકીએ સિલ્વર, વંદીતા બારડ અને ભાગ્યશ્રી એ બ્રોન્ઝ મેડલ જીતવામા સફળતા મેળવી હતી. વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટીફિકેટથી સન્માનીત કરી આગામી રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા માટે ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરવા પસંદગી કરવામા આવી હતી.
એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટ ના મંત્રી ભરતજી ઠાકોરે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી પ્રમુખ મુકેશભાઇ ચૌધરીનો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. વિશેષમા ખેલાડીઓને ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા કોચ રોશન થાપા, હિમ્મતજી ઠાકોર, યગ્નેશ પટેલ, ગોકુલ મલીક, આર. પ્રદીપ અને દ્રષ્ટી પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.