વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમની મદદથી બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકને બચાવી લેવાયું

0
વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમની મદદથી બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકને બચાવી લેવાયું
Views: 87
0 0
Spread the love

Read Time:1 Minute, 27 Second
Views 🔥 વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમની મદદથી બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકને બચાવી લેવાયું


રાજસ્થાનના સિકર જિલ્લાના નાડા ચારણવાસ ગામે હાથ ધર્યું હતું બચાવ અભિયાન

એન.ડી.આર.એફ. વડોદરાની ટીમના બચાવ અને રાહતમા કુશળ જવાનોના સહયોગથી બોરવેલમાં ફસાઈ ગયેલા ચાર વર્ષના માસૂમને ઉગારી લેવામાં સફળતા મળી છે અને આ બાળકને નવું જીવન મળ્યું છે. રાજસ્થાન ના સીકર જિલ્લાના નાડા ચારણવાસ ગામમાં ગિરધારીલાલનો ૪ વર્ષની ઉંમરનો પુત્ર રવીન્દ્ર એક ખુલ્લા બોરવેલમાં સરકી જવાને લીધે ફસાઈ જતાં કટોકટી સર્જાઈ હતી.

   જિલ્લા પ્રશાસન દ્વારા આ બાળકને હેમખેમ ઉગારી લેવા વડોદરા એન.ડી.આર.એફ.ની મદદ માંગવામાં આવી હતી. તેના અનુસંધાને શ્રી કુલદીપસિંઘ અને યોગેશ મીનાની ટીમે નાગરિક સંરક્ષણ દળ,રાજ્ય આપદા પ્રબંધન દળ અને સ્થાનિક પોલીસના સહયોગથી બચાવ અભિયાન આદર્યું હતું.  આ તમામે કટોકટીના સંજોગોમાં સૂઝબૂઝ દાખવી અને સંકલનથી બચાવ કાર્ય હાથ ધરી શુક્રવારની સાંજના ૫.૩૦ કલાકે આ બાળકને બોરવેલમાંથી બહાર કાઢી જરૂરી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed