સંજય દ્રષ્ટિએ અમદાવાદ! હેપ્પી બર્થડે અમદાવાદ

0
સંજય દ્રષ્ટિએ અમદાવાદ! હેપ્પી બર્થડે અમદાવાદ
Views: 98
0 0
Spread the love

Read Time:3 Minute, 54 Second
Views 🔥 સંજય દ્રષ્ટિએ અમદાવાદ! હેપ્પી બર્થડે અમદાવાદ


હું અમદાવાદ છું,  હું અમદાવાદ છું, 
હું અમદાવાદ છું, તન/મનથી છું અલમસ્ત અને દિલથી આઝાદ છું.
હું અમદાવાદ છું…!!

કેટ કેટલાંય સજાવેલા સપનાઓ ને મારી અંદર લઈને,

ગુજરાતના અખંડ ઇતિહાસનો અખૂટ હું ઉન્માદ છું,

હું અમદાવાદ છું….!!

ત્રણ દરવાજાની વચ્ચેથી દેખાતો ભદ્રનો હું કિલ્લો છું,

લાલ દરવાજાથી ઉડેલો કાંકરિયાની પાળનો સંગાથ છું,

હું અમદાવાદ છું…!!

પોળ માથી પોળ જાણે જેમ હોય ઘરમાં પિત્તળનો નળ,

રથયાત્રાના જયઘોષ વચ્ચે ધમાલી કરફ્યુ નો વિવાદ છું

હું અમદાવાદ છું…!!

ભલે વિકસ્યું છેક રિંગરોડ સુધી આ કર્ણાવતી નગર, રતનપોળ, ઢાલગર સમેત માણેકચોકમાં હું આબાદ છું

હું અમદાવાદ છું…!!

તેર દરવાજા અને સાબરમતી ગાંધી આશ્રમ થઈને,

ગોધરાકાંડના વિવાદ વચ્ચે પણ હું સાવ નિર્વિવાદ છું,

હું અમદાવાદ છું…!!
-સંજય દવે…

અમદાવાદ એટલે અમદાવાદ એટલે અમદાવાદ ખરેખર. આ શહેરનો ઇતિહાસ, સંસ્કૃતિ, સંસ્કારવારસો અને પરંપરા એ સઘળું ભવ્ય છે. શહેરની સ્થાપનાનો 611 વર્ષનો ઇતિહાસ મોજૂદ છે.પણ આજે અડીખમ અમદાવાદ પોતાનાં એકલાં ભરોસે ઉભુ છે,જાગતું ઊભું છે.એજ તો છે વિશેષતા આપણાં અમદાવાદની,અને એજ છે અમદાવાદ નાં અલગ ઠસ્સા ની ભવ્યતા,વાહ અમદાવાદ,આહ અમદાવાદ…!

કર્ણાવતી નામે નગરીના સ્થાપક રાજા કર્ણદેવ અને આશાવલ્લીનગરીના સ્થાપક રાજા આશા ભીલ તેમ જ આ બે નગરી જેમાં સમાઈ ગઈ એવા અમદાવાદ નગરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહથી લઈને આજ સુધીની આ ઐતિહાસિક પરંપરા 600 વર્ષનો ભાતીગળ ઇતિહાસ ધરાવે છે. અહમદશાહના આ નગરમાં શાહજહાં અને બેગમ મુમતાજ મહલ પણ મહેમાન બની ચૂક્યાં છે તો ભગવાન સ્વામિનારાયણ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ આ નગરમાં નિવાસ કરી ચૂક્યા છે. સત્ય અહિંસાના ઉપાસક ગાંધીજીએ સાબરના તટેથી જ આઝાદીની લડતનો આરંભ કર્યો હતો. એવાં કેટ કેટલાંય સંભારણા ની ઇતિહાસ એટલે જીવતું જાગતું અને હવે મુંબઈ ની માફક માત્ર બે કલાક ઊંઘતું શહેર એટલે અમદાવાદ….! આ શહેરની ઓળખ જ તેનું નામ અને મિજાજ છે,અનેક વિવાદો વચ્ચે પોતાની ઓળખને આબાદ રાખી ધબકતું શહેર એટલે અમદાવાદ. આપણે સૌ છીએ ગુજરાતી પણ અસ્સલ ગુજરાત એટલે અમદાવાદ.કારણ કે શરૂઆત થી જ્યારે મિલોનું નાગર કહેવાતું હતું ત્યારથી અમદાવાદ ગુજરાતના અલગ અલગ શહેરોમાં એક અલગ આકર્ષણ ધરાવતું નગર હતું કદાચ એટલે જ રાજ્યના અલગ અલગ જગ્યાએ થી લોકો અમદાવાદ માં વસવાનું સ્વપનું ઈચ્છે છે.શહેરનું પોળ કલચ્ચર એટલે જાણે સગી માં નો ખોળો,લાગણી ભીનો એ અહેસાસ આજે પણ પોળ છોડી વિકસતા અમદાવાદ સાથે કદમ મિલાવવા મોટા મોટા ફ્લેટમાં જતાં લોકોની આંખ ભીની કર્યા વગર રહેતું નથી,બસ એજ । અમદાવાદ શહેરની સાચી સુગંધ… આજે એવાં શહેરનો જન્મ દિવસ છે જેને આપણને બધાને જન્મતાં જોયાં છે,નવ નિર્માણ જેવાં આંદોલન વખતે અનેક વીરલાઓ ને શહીદ થતાં પણ જોયાં છે, એવાં અમદાવાદ ની વાત એજ આપડી ગુજરાતી વિસાત છે….!!

હેપ્પી અમદાવાદ….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed