અધિકારીઓની પણ તપાસ કરવામાં આવશે
ટેન્ડરિંગ પ્રક્રિયામાં ગેરરીતિ
વાર્ષિક રૂપિયા 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ ટેન્ડર પ્રક્રિયા વગર થયો
રૂપિયા 36 લાખની લાંચમાં સરકારી બાબુએ કર્યું સરકારનું કરોડો રૂપિયાનું નુકશાન
અમદાવાદ:
સિવિલ હોસ્પિટલ અને વિવાદ જાણે વિવાદનો પર્યાય બની ગઈ છે. એક પછી એક ભ્રષ્ટાચારના મામલાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં આવતા હજારો દર્દીઓ, દર્દીઓના સગા અને હોસ્પિટલ સ્ટાફની સુરક્ષા માટે રાખવામાં આવેલ સિક્યોરિટી એજન્સી Salamat Security & personal force Pvt Ltd નો મસમોટો ભ્રષ્ટાચારના આક્ષેપથી ગુજરાત સરકારના તકેદારી આયોગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
શુ છે ભ્રષ્ટાચારનો આક્ષેપ
અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ કનોજીયાએ આક્ષેપ કર્યો છે. કે, સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકારની તિજોરી ને આર્થિક નુકશાન કરી પોતાનો આર્થિક લાભ કરવાનું કાવતરું ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં RMO કક્ષાના બે અધિકારીઓ દ્વારા Salamat Security & personal force Pvt Ltd ને ફાયદો અપાવવા ગેરરીતિ આચાર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અધિકારીઓ દ્વારા વર્ષ ૨૦૧૮થી સરકાર શ્રી ના તમામ નીતિ નિયમ નેવે મૂકીને સલામતી સિક્યોરિટી પર્સનલ ફોર્સ પ્રા.લિ. એજન્સી ને ટેન્ડર બહાર પાડયા વગર( વિના ટેન્ડર) પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે વર્કઓર્ડર બનાવી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો. જે આજદિન સુધી બંધ કરેલ નથી અને એજન્સી ના માલિક પાસેથી દર માસે લાખો રૂપિયાની લાંચ લઈ કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવે છે.
Civil hospital કેમ્પસમાં આવેલ પીપીસી સંસ્થા ના ટેન્ડર 2018 ના મંજૂર થયેલ ભાવ અને વર્ક ઓર્ડર અનુસાર નિયમ વિરુદ્ધ સલામતી સિક્યોરિટી ને વિના ટેન્ડર કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. જે કોન્ટ્રાક્ટ નિયમ વિરુદ્ધ હોઈ બન્ને અધિકારીઓ સામે તાત્કાલિક બરતરફ કરી ખાતાકીય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠતા. તકેદારી વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ત્રણ અધિકારીઓ વિરુદ્ધ તકેદારી આયોગની તપાસ…
અગાઉ પણ ત્રણ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ થતા તકેદારી આયોગ દ્વારા ગેરરીતિ ભ્રષ્ટાચાર અને રેકોર્ડ પુરાવા નાશ કરવા બાબતે ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા હતા.