ગાંધીનગર ખાતે  “કચ્છ કલા કૂંજ” પ્રદર્શનનું AFWWA (R)ના પ્રમુખ દ્વારા કરાયું ઉદ્ઘાટન. 

ગાંધીનગર ખાતે  “કચ્છ કલા કૂંજ” પ્રદર્શનનું AFWWA (R)ના પ્રમુખ દ્વારા કરાયું ઉદ્ઘાટન. 

Share with:


ગાંધીનગર ખાતે  “કચ્છ કલા કૂંજ” પ્રદર્શનનું AFWWA (R)ના પ્રમુખ દ્વારા કરાયું ઉદ્ઘાટન. 
Views 🔥 web counter

ગાંધીનગર:૧૭’૦૬’૨૦૨૨

AFWWA (R) {એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)}, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ દ્વારા 17 થી 19 જૂન 2022 સુધી ગાંધીનગરમાં SWAC સંકુલ ખાતે “કચ્છ કલા કૂંજ” નામથી હસ્તબનાવટની ચીજોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. AFWWA (R)ના પ્રમુખ ડૉ. (શ્રીમતી) આરતી સિંહે આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. 

આ પ્રદર્શનનો ઉદ્દેશ કચ્છ પ્રદેશના કલાકારોના કૌશલ્યનું પ્રદર્શન કરવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં અલગ અલગ સ્વરૂપની કળાઓ જેમ કે, અજરખ, બાંધણી, બાટીક, રોગન આર્ટ, કોપર બેલ, કચ્છી ભરતકામ, લાખકામ, રેહા ચપ્પા, માટીકામ વગેરે સમાવી લેવામાં આવી છે તેમજ પરંપરાગત હસ્તબનાવટના આ ઉત્પાદનો તૈયાર કરવામાં સામેલ જટિલ પ્રક્રિયાઓનું લાઇવ પ્રદર્શન પણ રજૂ કરવામાં આવી રહ્યું છે. આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક એવી કચ્છ પ્રદેશની ગ્રામીણ અને પ્રાચીન હસ્તબનાવટો કે જેને ભાગ્યે જ શોધવામાં આવે છે તે રજૂ કરતું આ પોતાની રીતે એક અનોખુ પ્રદર્શન છે જેના માધ્યમથી આપણા સંરક્ષણ કર્મીઓ અને તેમના પરિવારોના ઘરઆંગણા સુધી આ કળા લાવવામાં આવી છે.       

આ પ્રદર્શન 19 જૂન 2022ના રોજ એક સમાપન કાર્યક્રમ સાથે સંપન્ન થશે જેમાં ભાગ લેનારા કલાકારોને યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવશે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed