
ગાંધીનગર:૧૭’૦૬’૨૦૨૨
ગુજરાત અધૅ લશ્કર સંગઠન દ્વારા સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવી. ગુજરાત અધૅ લશ્કર સંગઠન ( પેરા મિલેટરી )દ્વારા સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ તથા સંગઠનના આગામી કાર્યક્રમો સંદર્ભે ગાંધીનગર સેકટર-૨૨ ખાતેની પોલીટેકનીક કૉલેજ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં સંગઠનના પ્રમુખ દિપેશભાઇ પટેલે જણાવ્યું હતું કે પેરા મિલેટરીના જવાનો પણ લશ્કરના સૈનિકો જેટલું જ યોગદાન અને સેવા આપી રહ્યા છે ત્યારે લશ્કરી જવાનોની તુલનામાં પેરા મિલેટરીના મળવા પાત્ર લાભોમાં વિસંગતતાઓ જોવા મળી રહી છે. જે સંદર્ભે અમારા સંગઠન દ્વારા સરકાર સમક્ષ અમારી પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તેથી અમારા સંગઠન દ્વારા આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૬ જૉન માં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અનુસાર તારીખ ૨૧મી જૂને વ્યારા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અધૅ લશ્કર સંગઠન દ્વારા સંપૂર્ણ શીસ્ત અને શાંતિપૂર્વક રીતે આ આંદોલન કરવામાં આવશે.