કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સામેલ ના કરાયું
વડોદરા: ૧૭’૦૬’૨૦૨૨
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નામ આમંત્રણ પત્રિકામાં નથી. ત્યારે આ પત્રિકા ચર્ચાના ચકડોળે ચઢી છે. જોકે, તે પત્રિકામાં વિકાસ કાર્યોના જે તે વિભાગના મંત્રીઓના નામનો ઉલ્લેખ કર્યો હોવાની સ્પષ્ટતા થઈ છે. ૧૮ જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી વડોદરા શહેરના મહેમાન બની રહ્યા છે. આ પ્રસંગે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત સાથે જનસભા સંબોધશે. તેવામાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત પાઠવેલી આમંત્રણ પત્રિકામાં કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના નામની બાદબાકી થઇ હોવાની વાત વાયુવેગે પ્રસરતાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બની હતી. જોકે ગાંધીનગરના સત્તાવાર સૂત્રો તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ પત્રિકામાં જે વિભાગના કાર્યક્રમોનું લોકાર્પણ ખાતમુરત થવાનું છે. તે વિભાગના મંત્રીઓના નામનો ઉલ્લેખ કર્યો છે. મુખ્ય આમંત્રણ પત્રિકામાં કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોનો પ્રોટોકોલ મુજબ ઉલ્લેખ થયો છે. આમ, કેબિનેટ મંત્રી વડોદરાના હોય અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો કાર્યક્રમ પણ વડોદરામાં યોજાનાર હોય ગુજરાત ગૌરવ અભિયાન આમંત્રણ પત્રિકા ચર્ચાનો વિષય બની હતી.