પી.એમ.જી. ઠાકર આદર્શ હાઇસ્કુલ, કડી ખાતે ગુરૂપર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. 

પી.એમ.જી. ઠાકર આદર્શ હાઇસ્કુલ, કડી ખાતે ગુરૂપર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. 

Share with:


પી.એમ.જી. ઠાકર આદર્શ હાઇસ્કુલ, કડી ખાતે ગુરૂપર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. 
Views 🔥 web counter


કડી નગરમાં આવેલ પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલમાં ભારતીય પરંપરા અનુસાર આજે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો.
કડી:
બાળકોમાં ગુરુ પ્રત્યે ઉચ્ચ ભાવના કેળવાય, પોતાના જીવનમાં ગુરૂનું યોગદાન સમજાય તેમજ આવનાર સમયમાં તેઓ પોતે પણ કોઈના ગુરુ બનવા સક્ષમ બને એ હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

માધ્યમિક વિભાગના સુપરવાઈઝર શ્રી હસમુખભાઈએ કાર્યક્રમની પ્રસ્તાવના તેમજ આશિર્વચન આપેલ. પ્રસંગને અનુરૂપ ઉદબોધન ઉચ્ચતર માધ્યમિક વિભાગના શ્રી આશિષભાઈ જોષીએ આપેલ. ગુજરાતના ખ્યાતનામ બાળ સંગીતકાર, શાળાની વિદ્યાર્થીની તન્વી ઠાકોરે  તથા અન્ય વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક શ્રી જીતુભાઈ અને શ્રીમતી અંજનાબહેને પ્રસંગને અનુરૂપ સુંદર ગીતો દ્વારા વાતાવરણને વધુ સુંદર બનાવેલ. શાળાની બહેનો દ્વારા બધા જ ગુરુજનોનું કુમકુમ તિલકથી અભિવાદન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્યાયામ શિક્ષક શ્રી તુષારભાઈએ કરેલ હતું.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed