સિવિલમાં વર્ગ ૪ના કર્મચારીઓ પાસે કોરા કાગળ ઉપર સહી ઓ કોણ અને કેમ કરાવી રહ્યું છે ?

0
સિવિલમાં વર્ગ ૪ના કર્મચારીઓ પાસે કોરા કાગળ ઉપર સહી ઓ કોણ અને કેમ કરાવી રહ્યું છે ?
Views: 112
0 0
Spread the love

Read Time:3 Minute, 41 Second
Views 🔥 સિવિલમાં વર્ગ ૪ના કર્મચારીઓ પાસે કોરા કાગળ ઉપર સહી ઓ કોણ અને કેમ કરાવી રહ્યું છે ?

સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓની હડતાળ થાય તો નવાઈ નહીં

પગાર વધારાના નામે ઉઘરાવવામાં આવી રહી છે કોરા કાગળ ઉપર સહી

અમદાવાદ:૧૪’૦૭’૨૦૨૨,ગુરુવાર
સિવિલહોસ્પિટલમાં વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા જિલ્લા પંચાયતના ડેપ્યુટશન પર આવેલા સેનેટરી ઇન્સ્પેક્ટરને આરોગ્યતંત્ર દ્વારા પાણીચુ અપાય બાદ શરૂ કરવામાં આવ્યું છે. દબાણનું રાજકારણ. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો તાબે ના થતા ભ્રષ્ટાચારી મંડળીએ ઘડી નવી રણનીતિ.

ભાણો આવ્યો મામાના બચાવમાં.

સિવિલમાંથી જિલ્લા પંચાયત થી હંગામી ધોરણે ડેપ્યુટશન ઉપર આવીને અડીંગો જમાવી બેઠેલા સેને. ઇન્સ્પેક્ટર નું ડેપ્યુટશન રદ્દ થયા બાદ હવે અધિકારીઓ ઉપર દબાણ બનાવવા જાત જાતના હથકંડા અપનાવવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે. ગુરુવારે સવારે સાબરમતી નો બીટ્ટુ નામનો વ્યક્તિ 1200 બેડની હોસ્પિટલમાં કામ કરતા વર્ગ 4 ના કર્મચારીઓ પાસે કોરા કાગળોમાં સહી કરાવતો હોવાનું સૂત્રો જણાવે છે. આ બીટ્ટુ નામના શખ્સ ઉપર વર્ષ 2019માં સાબરમતી પોલીસ સ્ટેશનમાં  રોમિયોગીરીનો ગુનો નોંધાયેલો છે અને પોલીસે તેને મેથીપાક પણ ચખાડયો હતો. અલબત્ત આ વ્યક્તિ વર્ગ 4 ના કર્મચારીઓ પાસેથી કોરા કાગળો ઉપર કેમ સહી કરાવતો હતો તે એક ગંભીર બાબત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી કાયમી નોકરી કે પછી કોન્ટ્રાકટ પર કામ કરતા તમામ કર્મચારીઓનું પોલીસ વેરીફીકેશન કરવું તે એક નિયમ છે. ત્યારે ગુનાહિત ભૂતકાળ ધરાવતા બીટ્ટુ ઉર્ફે ભાણાને સિવિલ હોસ્પિટલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કઈ રીતે મળી તે પણ એક સવાલ ઉભો કરે છે. શુ અસામાન્ય સ્થિતિને પહોંચી વળવા માટે ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોને સુપરવાઈઝર તરીકે કોન્ટ્રાકટ પર રાખવામાં આવ્યા.?

સૂત્રો કહે છે કે, હવે સેનેટરી ઇન્સ્પેક્ટર નું ડેપ્યુટશન રદ્દ થયા બાદ તેની ટ્રાન્સફર થઈ ગઈ છે. જેથી વર્ગ 4 ના કર્મચારીઓ ના નામે હડતાળનું હથિયાર ઉગામી સત્તાધિકારીઓ ઉપર દબાણ લાવવા કે ટ્રાન્સફર થયેલા સેનેટરી ઇન્સ્પેક્ટરને પરત લાવવાનો કારસો રચાઈ શકે છે.  તો બીજીબાજુ રાજકીય વગનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવે છે.

મહત્વની વાત એ છે કે, ડેપ્યુટશન રદ્દ થવાને પગલે વર્ગ 4 ના કર્મચારીઓ ને હવે તેમની મહેનત નું પૂરું વળતર મળશે તેવી આશા જાગી છે. ત્યારે વર્ગ 4 ના કર્મચારીઓ પાસે અસામાજિક તત્વો દ્વારા કોરા કાગળ ઉપર સહી ઓ કરાવવામાં આવી રહી છે તે બાબત આગામી સમયમાં હડતાળ માટે ઉપયોગ કરાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. હવે આ બાબતે સિવિલના સત્તાધીશો શું વલણ અપનાવે છે તે જોવું મહત્વનું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *