ડોકટર્સ અને દર્દીઓ ચાલી રહ્યા છે ગટરના પાણીમાં, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગટરના પાણી ફરી વળ્યાં!
સિવિલ હોસ્પિટલ વીઆઇપી રૂમની બહાર ગટરના પાણી ફેલાયા!
અમદાવાદ: ૨૬’૦૯’૨૦૨૨
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વીઆઇપી બંદોબસ્ત રાખવામાં આવે છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ વીઆઇપી પાર્કિંગ અને વીઆઇપી રૂમની બહાર ગટરના પાણી ફરી વળતા સિવિલ તંત્રની વધુ એક બીમારી બહાર આવી હવે તે બીમારીનો ઈલાઝ શુ…?
સિવિલ હોસ્પિટલના વીઆઇપી પાર્કિંગ અને વીઆઇપી રૂમ પાસે આજે વહેલી સવારે ગટરના પાણી ફરી વળ્યાં. વહેલી સવારથી ગટરના પાણી રસ્તાઓ ઉપર આવી ગયા જ્યાં દર્દીઓ અને ડોકટર્સ સ્ટાફ સહિત મુલાકાતીઓ પણ ગટરના પાણીમાં ચાલવા મજબૂર બન્યા.
ગટરના પાણી ફેલાઈ જવાની જાણકારી મળતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ માટે સ્ટાફને ઓર્ડર કરવામાં આવ્યો. કલાકોની મહેનત બાદ પણ ગટરના પાણીનો ફેલાવો અટકાવવામાં સિવિલ હોસ્પિટલ તંત્ર નિષ્ફળ નીવડ્યું.
ત્યારે સવાલ એ થાય કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોય અને બે દિવસ પહેલા આ પ્રકારની ગંભીર બેદરકારી બહાર આવે તો શું સિવિલ હોસ્પિટલ તંત્ર ઊંઘી રહ્યું છે.