અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચે MD ડ્રગ્સના જથ્થા સાથે મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા….
અમીના બાનુની ધરપકડ બાદ થયા ચોંકાવનારા ખુલાસા…
ડી ગેંગ સાથે પણ ઘરેબો ધરાવતી હોવાનો ખુલાસો…
અમદાવાદ : ૨૪’૦૮’૨૦૨૨
ગુજરાતને ડ્રગ્સના રવાડે ચઢાવવાનો છેલ્લા ઘણા સમયથી કારસો રચાઇ રહ્યો છે. દરિયાકાંઠેથી તથા શહેરોમાંથી ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. હાલ એટીએસ દ્વારા વડોદરામાં દરોડા પાડીને ડ્રગ્સનું શંકાસ્પદ રો મટિરિયલ જપ્ત કરવામાં આવ્યુ. તો બીજી તરફ ડ્રગ્સના દૂષણને નાથવા માટે પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે અમદાવાદમાં મહિલા ડ્રગ્સ ડીલરની ધકપકડ કરવામાં આવી. જેની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
અમીના બાનુને ડી ગેંગ સાથે ઘરેબો
અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સ સાથે મહિલા અને તેના સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ઘટનામાં કુખ્યાત અમીનાબાનુ અને તેના સાગરીતોને કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. જે અમીના બાનુ ડી ગેંગ સાથે ઘરેબો ધરાવતી હોવાનો ખુલાસો થયો છે.
મુંબઇના ડ્રગ્સ માફિયાઓ સાથે કનેક્શન
અમીના બાનું મુંબઇના ઘણા ડ્રગ્સ માફિયાઓ સાથે પણ સંપર્ક હોવાનો પણ ખુલાસો થયો છે. છેલ્લા બે વર્ષથી તે ડ્રગ્સના ધંધામાં ફરીથી એક્ટિવ થઇ હતી. ડ્રગ્સ લેનારા લોકો અમીના બાનુ સાથે કોડવર્ડમાં વાત કરતા હતા. અઢી અને પાંચ જેવા શબ્દોનો ગ્રાહકો ઉપયોગ કરતા હતા. જો કે તે 1980થી 1990 દરમિયાન અમીના દારૂનો ધંધો કરતી હતી.
અમદાવાદની પહેલી મહિલા ડ્રગ્સ ડીલર
ઉલ્લેખનીય છે કે અગાઉ બ્રાઉન સુગરના કેસમાં અમીના બાનુ 10 વર્ષની સજા ભોગવી ચૂકી છે. પોલીસે બાતમીને આધારે અમીના બાનુ તથા તેના સાગરિતોની ધરપકડ કરી હતી. અમીના બાનુ ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હતી. અમીના બાનુ અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ ડિલર છે અને 100 જેટલા ડ્રગ્સ પેડલરોની ચેઈન ધરાવે છે.