0
0
Read Time:1 Minute, 8 Second
અમદાવાદ : 19:01:2023
રાજસ્થાન સેવા સમિતિ સંચાલિત રાજસ્થાન શાળામાં વાર્ષિક મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું. શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજસ્થાન શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો.
રાજસ્થાન સેવા સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શાળાના સંચાલકો સહિત, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દીનેશસિંહ કુશવાહ, એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ શાહ, તેમજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય રિતેશ શાહ, સ્થાનિક કોર્પોરેટર પ્રતિભા જૈન સહીતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓના કૌશલ્યને અને સાંસ્કૃતિક કાયકર્મને બિરદાવ્યો હતો.