Read Time:1 Minute, 18 Second

પાટણ: 19:01:2023
જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પાટણ જિલ્લાના જુદાજુદા તાલુકા ખાતે કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના અનુસંધાનમાં માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ દ્વારા પાટણ જિલ્લામાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા આવે તે માટેના કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં મનોવૈજ્ઞાનિકો ની દ્વારા લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં જનરલ હોસ્પિટલ ના સાયક્યાટ્રીસ્ટ ડો. વિશાલ ગોર, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ચીરાગ પંચાલ, સાયક્યાટ્રીસ્ટ સોશિયલ વર્કર દીપકભાઈ અને માનસ સંસ્થા ના પ્રમુખ ડો.નયન સોલંકી નો સહયોગ પ્રાપ્ત થયો હતો.