MP મા ગેરકાયદે ચાલતું બાળગૃહ ઝડપાયું! 26 બાળકી ગુમ થતા તંત્રમાં દોડધામ

MP મા ગેરકાયદે ચાલતું બાળગૃહ ઝડપાયું! 26 બાળકી ગુમ થતા તંત્રમાં દોડધામ

0 0
Spread the love

Read Time:2 Minute, 0 Second
MP મા ગેરકાયદે ચાલતું બાળગૃહ ઝડપાયું! 26 બાળકી ગુમ થતા તંત્રમાં દોડધામ


પોલીસે એફઆઈઆર નોંધી હતી અને રાષ્ટ્રીય બાળ આયોગ પણ દોડતું થયું

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મંજૂરી વગર જ એક ગેરકાયદે ચાઇલ્ડ હોમ ચાલી રહ્યું હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. આ ચાઈલ્ડ હોમમાંથી (બાળગૃહ) 26 બાળકીઓ ગુમ હોવાનો સનસનાટી મચાવતો મામલો સામે આવ્યો છે. જેની જાણ થતાં જ પોલીસે એફઆઈઆર નોંધી હતી અને રાષ્ટ્રીય બાળ આયોગ પણ દોડતું થયું હતું.

68 બાળકીઓની એન્ટ્રી અને મળી ફક્ત 41

માહિતી અનુસાર 68 બાળકીઓ આ બાળગૃહમાં રહેતી હોવાની એન્ટ્રી મળી હતી પરંતુ તપાસમાં ફક્ત 41 જ બાળકીઓ મળી આવી હતી. આ બાળગૃહમાં ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ઉપરાંત મધ્યપ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડા અને બાલાઘાટની બાળકીઓ પણ હતી. જોકે ગેરકાયદે રીતે ચાલતું હોવાને લીધે પોલીસે પણ આ બાળગૃહ સામે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી.

6થી 18 વર્ષની બાળકીઓ હોવાનો ખુલાસો

આ બાળગૃહનું નામ ‘આંચલ ગર્લ્સ હોસ્ટેલ’ છે. મામલાનો ખુલાસો થઈ જતાં તેનો સ્ટાફ અને મેનેજમેન્ટ રફુચક્કર થઇ ગયો હતો. પોલીસે 41 બાળકીને રેસ્ક્યૂ કરી બીજા બાળગૃહમાં શિફ્ટ કરી દીધી હતી. આ બાળકીઓની વય 6થી 18 વર્ષની વચ્ચે હોવાની જાણકારી મળી છે. આ બાળગૃહ પણ સુમસામ ખેતરોની વચ્ચે બનેલું છે. અહીંથી ગુમ બાળકીઓને લઈને માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અજય મેથ્યૂ નામની વ્યક્તિ આ બાળગૃહનું સંચાલન કરી રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

વાઈબ્રન્ટ મહોત્સવની તૈયારી વચ્ચે પોલીસ માટે નવી ચિંતા! કેમ દોડતી થઈ પોલીસ

વાઈબ્રન્ટ મહોત્સવની તૈયારી વચ્ચે પોલીસ માટે નવી ચિંતા! કેમ દોડતી થઈ પોલીસ

VGGC-2024!  ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છે: રાષ્ટ્રપતિ શ્રી જોઝે રામોઝોર્તા

VGGC-2024!  ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છે: રાષ્ટ્રપતિ શ્રી જોઝે રામોઝોર્તા

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.