મુકેશ વાઘેલા
ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવ નગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તાર માં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખ્ત સુચના આપેલ.
મોરબી જીલ્લાના માળીયા મીયાણા પો.સ્ટે. ફર્સ્ટ. ગુ.ર.નં.૮૬/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૦૨, ૪૯૮(એ),૧૨૦(બી) મુબજના કામનો આરોપી નં.૪૫૭૧૧ નાથા ભાઇ ભાણાભાઇ સોમાણી ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે.વવાણીયા, તા.માળીયા મીયાણા જી.મોરબી વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૫ માં ગુન્હો નોઘાયેલ અને મજકુરને કૈદી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપીએ પેરોલ રજાની માંગણી કરતા તા.૧૬/૧૦/૨૦૧૮ થી દિન-૧૦ ના વચગાળાના પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા.૨૭/૧૦/૨૦૧૮ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ હતો.
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસોને તળાજા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસથ જેલનો પાકા કામનો આરોપી નાથાભાઇ ભાણાભાઇ સોમાણી ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે.વવાણીયા, તા.માળીયા મીયાણા જી.મોરબી વાળો તળાજાના દિહોર ગામ અને માંડવાળી ગામની વચ્ચે રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળતા એલ.સી. બી. સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યા એ જઇ મજકુર પેરોલ રજા ઉપરના આરોપી નાથાભાઇ ભાણા ભાઇ સોમાણી ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. વવાણીયા, તા.માળીયા મીયાણા જી. મોરબી વાળાને માંડવાળી ગામ પાસેથી પકડી લઇ તેની અટકાયત કરી, જરૂરી કાયર્વાહી કરી, રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવા તજવીજ કરેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.