રીતેશ પરમાર(ક્રાઈમ રિપોર્ટર)
આમતો ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમા કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે, પરંતુ વર્ષોથી ભાજપના ગઢ સમાન ગણાતી કુબેરનગર વોર્ડની બેઠક ઉપર ભાજપ એકચક્રી શાસન ચલાવતી આવતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમય થી ભાજપના નરોડા વિધાનસભાના MLA બલરામ થાવાની કુબેરનગર સ્થાનિક જનતાની સાથેના આંતરિક વિખવાદોમા સપડાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી, જેના લીધે સ્થાનિક રહીશોમા ભારે રોષ જોવા મળ્યો હતો. જેનો સીધો ફાયદો કોંગ્રેસ પક્ષને થયો છે. અને તેના લીધે જ સ્વરાજ્યની ચૂંટણીમા કુબેરનગર બેઠકના કોંગ્રેસના ચાર ઉમેદવારની આખી પેનલ જંગી બહુમતી થી ચૂંટાઈ આવી હતી.
કુબેરનગર વિસ્તારની બેઠક નરોડા વિધાનસભામા આવે છે અને આ બેઠક અને નરોડા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની કન્ફોર્મ બેઠક ગણાય છે.વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ વિસ્તારમાંથી કોર્પોરેટર થી લઈ MLA બન્યા છે અને કેટલાક નેતા કેબિનેટમંત્રી પણ બન્યા અને રહી ચુક્યા છે જેમાં કુબેરનગર વિસ્તારમાંથી બે સિંધી મહિલા ઉમેદવારો ડો.માયાબેન કોડનાની અને ડો. નિર્મલાબેન વાધવાનીનો સમાવેશ થાય છે. જ્યાં ડો. નિર્મલાબેન વાધવાની તો નરોડા વિધાનસભા માંથી ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા. અને ત્યારબાદ તેઓ રાજ્ય સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી બન્યા હતા.તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે ખુબજ સારી કામગીરી પણ કરેલ તેમ છતાં તેમને રિપીટ કરવામાં ન આવ્યા હતા.
ડો. નિર્મલાબેન વાધવાનીની જગ્યાએ નરોડા વિધાનસભામા બલરામ થાવાનીને ઉમેદવાર તરીકે ઉભા રખાયા હતા અને બલરામ થાવાની પણ MLA બન્યા હતા. કુબેરનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ને લીધે બલરામ થાવાની હંમેશા સ્થાનિક રહીશો સાથે વિવાદમાં સપડાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક મહિલા કે જે વિસ્તારમાં પાણીની સમસ્યા અને બીજા પડતર પ્રશ્ર્નોનો નિવારણ કરાવવા સ્થાનિક કોર્પોરેટર કિશોરભાઈ થાવાની કે જે MLA બલરામ થાવાનીના ભાઈ છે. મહિલા કે જે એનસીપી ની કાર્યકર્તા છે તેઓ કોર્પોરેટર પાસે જઈને લોકોને પડતી હાલાકીની ઉગ્ર રજુઆત કરી હતી. પરંતુ રજુઆત સાંભળી કોર્પોરેટર કિશોરભાઈ થાવાની ગિન્નાઈ ગયા હતા અને ત્યારબાદ મહિલા સાથે ગેરવર્તન કર્યુ હતું. જે ઘટના સંદર્ભે મહિલા MLA બલરામ થાવાનીની ઓફિસે ગયા હતા. મહિલા કાર્યકર્તા અને તેમની સાથે રજુઆત કરવા ગયેલી મહિલાઓ એ મોટી સંખ્યામાં MLA બલરામ થાવાનીની ઓફિસે ઘેરાવો કર્યો હતો. પરંતુ ખુદ MLA કાયદા અને મહિલાઓનું સન્માન કર્યુ ન હતું. રજુઆત કરવા આવેલી મહિલા કાર્યકર્તા સાથે મારામારી કરતાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી અને મામલો છેક ગાંધીનગર હાઇકમાન્ડ સુધી પહોંચી ગયો હતો. પરંતુ નાટકીય રીતે મહિલાને સમજાવીને મામલાને દબાવી દીધો હતો. પરંતુ લોકોના મનમાં MLA બલરામ થાવાની પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી. અને ત્યારબાદ થીજ કુબેરનગર વિસ્તારમાં બીજેપી પક્ષને લઈને લોકોમા રોષ જોવા મળી રહ્યો હતો.
આટલું હોવા છતાં MLA સાહેબનો પાવર અટકાયો ન હતો અને ત્યારબાદ ફરી પોતાના મત વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતી છાંરાનગરની જનતાને ગંદકી ગણાવી મીડિયા માધ્યમે એક વિડીયો ફરતો કર્યો હતો. જેના લીધે સ્થાનિક લોકોમાં આ નેતા પ્રત્યે ઘૃણા જાગી હતી. કોઈપણ વ્યક્તિને નેતા પબ્લિક બનાવે છે અને એજ વ્યક્તિ જયારે નેતા બન્યા બાદ પબ્લિક સાથે ગેરવર્તન કરે એક મહિલાને લાત મારે કોઈ સમાજને ગંદકી કહે તો પછી એ નેતા વિશે વોટ આપતી જનતા હજાર વખત વિચાર કરે છે.આવા તો ઘણા કિસ્સાઓ છે જે ભાજપ ની છબી આ નેતાના લીધે ખરડાઈ છે. અને તેના ફળ સ્વરૂપે આ વખતની મહાનગરપાલિકા ની સ્વરાજ્યની ચૂંટણીમા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીને પોતાના ગઢ સમાન ગણાતી બેઠકને ગુમાવવાનો વારો આવ્યો છે. લોકમુખે ઠેર-ઠેર ચર્ચાઓનો દોર શરૂ થયો છે અને તેમા એકજ વાત ચર્ચાઈ રહી છે અને તેમનુ માનવુ છે કે સ્થાનિક MLA બલરામ થાવાનીના કર્મો અને પ્રજા વિરુદ્ધના કાર્યોના લીધે પ્રજાએ ભાજપના ઉમેદવારોને જાકારો આપ્યો છે. પ્રજાની ની નારાજગીના કારણે ભાજપે બેઠક ગુમાવી છે. આ તમામ બાબતો વચ્ચે કુબેરનગરની બેઠક ઉપર કોંગ્રેસના ચારેય ઉમેદવારો બાજી મારી ગયા હતા. બીજીતરફ ભાજપ હાઇકમાન્ડને વિચારવું પડશે કે આખરે આ વિસ્તારના નારાજ મતદારોને ભાજપ તરફ કેવી રીતે પાછા લાવવા પડશે.
Views 🔥