ગીર ગઢડા તાલુકામા નવજાત શિશુને બોરડીના કાંટાળી જાળીમાં ફેકી દેવાની ઘટનાને લઇને ઉના પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
અસામાજિક તત્વો દ્વારા એક નવજાત શિશુને બોરડી ના કાંટાળી જાળીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્યાં ના સ્થાનિક લોકો અશોકભાઈ બારૈયા, જયસુખભાઈ વાઘેલા, દિવાળીબેન ખસિયાં જેતુભાઈ મકવાણા દ્વારા બાળકને જાળી માંથી બહાર કાઢવામાં આવ્યું અને ઉનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોન્સ્ટેબલ વાઘેલા દ્વારા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકની તબિયત વધારે ગંભીર જણાતા જૂનાગઢ સરકારી હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યું હતું.
યુવા સંગઠનમાં આક્રોશ
જેને લઈ ને આજરોજ અમરેલી જિલ્લા કલ હમારા યુવા સંગઠનના મહિલા પ્રમુખ કાજલબેન બારૈયા દ્વારા ઉના પોલીસ સ્ટેશનમાં પી આઈ ચૌધરીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. અને અપીલ કરવામાં આવી કે બાળકને યોગ્ય ન્યાય મળી રહે, અને જ્યાં સુધી નવજાત શિશુને મોતના મુખમા ફેકી દઈ તેને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે એ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી ના થાય ત્યાં સુધી કાજલબેન બારૈયા લડતા રહેશે અને તેમણે દાવો કર્યો છે કે તે બાળકને ન્યાય અપાવી ને રહેશે.
Views 🔥