કોંગ્રેસના વિજય સરઘસની આડમાં ઘરમાં ઘૂસીને દલિતની હત્યા, મૃતકના દીકરીએ લગાવ્યા ગંભીર આક્ષેપ? અમરાભાઈ બોરીચાની કરાઇ હત્યા!
રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
ભાવનગર જિલ્લાના સાણોદર ગામે કોંગ્રેસ ના ઉમેદવાર ના વિજય સરઘસ દરમયાન ડી જે વગાડવાની ના પડતા જૂની અદાવત ની દાઝ રાખીને કેટલાક શખ્સોએ આજ ગામના એક વ્યક્તિના ઘર માં ઘુસી પથ્થરમારો કરીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અમરાભાઇ બોરીચા નાખતા વ્યક્તિની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે જો કે આ મામલે આ પરિવારે અગાઉ પોતાને રક્ષણ ની માંગ કરી હતી અને ફરિયાદ કરવા છતાં ઘોઘા પોલીસ એ ધ્યાન ના આપતા આ જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેમાં એક ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
કોંગ્રેસ ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન ડી.જે.વગાડવાની ના પાડી હતી:
ભાવનગર ના સાણોદર ગમે આજે ચૂંટણી ના પરિણામો બાદ કોંગ્રેસના એકે ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યું હતું અને તેમાં ડી જે વગાડવાની ના પડતા એક વ્યક્તિને મોત ની સજા મળી છે સાણોદર ગામે મંગળવારે બપોરના સમયે એક વિજય સરઘસ અહીં રહેતા અમરાભાઇ બોરીચાના ઘર પાસેથી નીકળ્યું હતું અને તેમાં ડી જે વગાડવાની અમરભાઈએ ના પડી અને તેના બદલામાં સરઘસ માં રહેલા ટોળા એ અમરાભાઇ ના ઘર માં ઘુસી જઈને પથ્થરમારો તેમજ બાદ માં તલવારો વડે અમરાભાઇના પરિવાર ઉપર હુમલો કર્યો હતો આ ઘટના ઘવાયેલા અમરાભાઇને હોસ્પિટલ લાવતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.
દલિત સમાજના લોકોએ ઘોઘા PSI પર પગલા ભરવાની કરી માગ:
બીજીબાજુ અમરાભાઇ ની દીકરી તેમજ તેના પત્ની ઉપર પણ આ ટોળા એ હુમલો કર્યો હતો મૃતક અમરાભાઇ ના પુત્રી નો આક્ષેપ છે કે 2013 માં પણ આ માથાભારે શખ્સો એ અમારા ઉપર હુમલો કર્યો હતો અને અમને પોલીસ રક્ષણ મળ્યું છે તેમ છતાં આજે આ માથાભારે શખ્સો એ અમારા ઘરમાં ઘુસી મારા પિતાની હત્યા કરી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઘોઘાના પી એસ આઈ સોલન્કી અમારી કોઈ ફરિયાદ લેતા નથી અને તેના કારણે જ આ માથાભારે શખ્સોને મોકળું મેદાન મળ્યું છે અને મારા પિતાની હત્યા કરી છે.
ઘોઘાના PSI અમારી કોઇ ફરિયાદ નથી લેતાઃ મૃતકના દીકરી:
ભાવનગરમાં આમ તો એક બાજુ આજે ચૂંટણી ના પરિણામ નો જશ્ન ચાલતો હતું તો બીજીબાજુ નાના એવા ગામ માં જૂની અદાવત નો લાભ લઇ ને કેટલાક ટોળાએ અહીં ખૂની ખેલ ખેલ્યો હતો અમરભાઈની હત્યાના સમાચાર વાયુવેગે ભાવનગરમાં પ્રસરી જતા દલિત સમાજ ના આગેવાનોના ટોળા હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઘોઘાના પી એસ આઈ સામે પગલાં ભરવા માંગ કરી હતી જો કે હાલ તો પોલીસે મૃતકના પરિવારની વાત સાંભળી ને આગળ પોલીસ ફરિયાદનોંધી ને કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું
આમ તો સાણોદરમાં હત્યાના બનાવને ચૂંટણીમાં હત્યા થઈ હોવાનો રંગ અપાઈ રહ્યો છે પરંતુ વાસ્તવિકતા માં જૂની અદાવત વાત છે કે પછી કોઈ બે સમાજ ના લોકો વચ્ચે ચાલી ચાલ્યો આવતો જૂનોજઘડો છે તે દિશામાં પોલીસ એ તપાસ હાથ ધરી છે.