પોતાના ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે અનોખી બાધા! રાજકારણમાં ભક્તિનો રંગ, અસારવા ચકલાથી સિવિલ હોસ્પિટલ ખોડિયાર મંદિર સુધી આળોટતા આળોટતા દર્શન કર્યા
અમદાવાદ: રાજયમાં થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પક્ષનો ઐતિહાસિક વિજય થયો છે. ચૂંટણીમાં જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એડીચોટીનું ઝોર લગાવ્યું હશે તેમાં કોઈ નવાઈ નથી. પરંતુ કોઈ પક્ષનો કાર્યકર પોતાના પક્ષ માટે આકરી બાધા રાખે તો સૌ કોઈ અચંબિત થઈ જાય. કંઈક આવુજ થયું છે અસારવા વોર્ડની કોર્પોરેશન ચૂંટણીમાં.
અસારવા વિસ્તારમાં રહેતા રાજુભાઇ પારેખે અસારવા વોર્ડમાં ભાજપના યુવા ઉમેદવાર દિશાન્ત ઠાકોર ( મોન્ટુ)ના જંગી વિજય માટે માનતા માની હતી. અસારવા ચકલાથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર સુધી રોડ ઉપર આળોટતા આળોટતા દર્શને જશે.
ચૂંટણીમાં મતદાન થઈ ગયું અને પરિણામ પણ આવી ગયું જેમાં ભાજપના ઉમેદવાર દિશાન્ત ઠાકોર સહિત ઓમપ્રકાશ પ્રજાપતિ, આંસુયાબેન પટેલ તથા મેના બેન પટણી નો જંગી બહુમતીથી વિજય થતા આજે રાજુભાઇ પારેખે પોતાની બાધા પુરી કરવા અસારવા ચકલાથી સિવિલ કેમ્પસ ખોડિયાર માતાજીના મંદિર સુધી આળોટતા આળોટતા દર્શન કરવા પહોંચ્યા અને પોતાની માનતા પુરી કરી.
Views 🔥