ભાવનગર નવાગામ પાસે જાહેરમાં જુગાર રમતા ૮ જુગારીઓ રૂપિયા ૨૬ હજાર રોકડા સાથે ઝડપાયા! લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી

0
ભાવનગર નવાગામ પાસે જાહેરમાં જુગાર રમતા ૮ જુગારીઓ રૂપિયા ૨૬ હજાર રોકડા સાથે ઝડપાયા! લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી
Views: 71
0 0
Spread the love

Read Time:3 Minute, 47 Second

ભાવનગર: ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા  જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા,પો.સબ.ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને   શહેર/ગ્રામ્ય વિસ્તારો માં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા,વધુમાં વધુ નાસતાં- ફરતાં આરોપી ઓ પકડવા, માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવી વિગેરે સુચનાઓ આપેલ હતી.

આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર જીલ્લાનાં ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન  નવાગામ રોડ પાસે આવતા શક્તિસિંહ સરવૈયા પો.કોન્સ.ને બાતમીરાહે હકિકત મળેલ કે, સુખનાથ પ્લોટ, જીન વાળા પુલની સામે આવેલ બાવળની કાંટમા ખુલ્લી જગ્યામા જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વતી હારજીતનો જુગાર રમે છે.આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસો એ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમા  પૈસા-પાના વતી તીનપતીનો હારજીતનો જુગાર રમતા નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૨૬,૮૨૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.

૧. દિનેશ ઉર્ફે સનેડો જીવાભાઇ
     ભાલીયા ઉ.વ ૩૦ રહે-ધોબીધાર,
     ગારીયાધાર

૨. સિરાજ ઉર્ફે સિંકદર રાજુભાઇ
     કુરેશી ઉ.વ.૩૫ રહે.વિરડી
    તા.ગારીયાધાર  

૩. સુરેશભાઇ કાળુભાઇ મકવાણા
     ઉ.વ.૩૦  રહે રૂપાવટી
    તા.ગારીયાધાર

૪   નિલેશ ઉર્ફે નાનુ ખીમજીભાઇ
      ગોંડલીયા ઉ.વ ૨૨  રહે.રજપુતની
      વાડી,  ગારીયાધાર 

૫    સંજયભાઇ બાલાભાઇ ડાભી
      ઉ.વ ૨૮  રહે.બેલા
      તા.ગારીયાધાર

૬   મનોજભાઇ ગોબરભાઇ
     ઝીંઝુવાડીયા ઉ.વ ૨૮ 
     રહે.વેળાવદર તા.ગારીયાધાર

૭    મયુરભાઇ વાલજીભાઇ
      જેંજરીયા ઉ.વ ૩૦  રહે.દેવગાણા
      તા.રાણપુર જી બોટાદ

૮   અનીલ ઉર્ફે અન્નો મગનભાઇ
     બારૈયા ઉ.વ ૩૦  રહે.ગંગાનગર,
     ગારીયાધાર

આ તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓને ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  વી.વી. ઓડેદરાસાહેબ તથા એન.જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર H.C. અનિરુદ્ધસિંહ ગોહિલ, જીતેન્દ્સિંહ ઝાલા P.C. બીજલ ભાઇ કરમટીયા, જયદાનભાઇ લાંગાવદરા તથા શક્તિસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

Views 🔥 ભાવનગર નવાગામ પાસે જાહેરમાં જુગાર રમતા ૮ જુગારીઓ રૂપિયા ૨૬ હજાર રોકડા સાથે ઝડપાયા! લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *